Press "Enter" to skip to content

કલમનું ઝેર

શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે
બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે

મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ
સમૂળગું જ હવે મનને મારવું પડશે

સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે

રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છે
જહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે

આગની છે આ રજૂઆત સાવ મૌલિક પણ
બળે છે તેમાં મારું ઘર એ ઠારવું પડશે

રમેશ, ભાગ જલ્દી ભાગ, કોરા કાગળમાં
કલમનું ઝેર ચડયું છે, ઉતારવું પડશે

– રમેશ પારેખ

3 Comments

  1. Pragnaju
    Pragnaju October 16, 2008

    સુંદર રચનાના આ શેરો ખૂબ ગમ્યા
    સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
    દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે

    રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છે
    જહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે

  2. Ashwin-Sonal
    Ashwin-Sonal October 27, 2008

    સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
    દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે

    રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છે
    જહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે

    રમેશ પારેખના શેરો ખુબ સારા છે. મારી પાસે તેઓની એક બુક છે. કોઈક વાર એનો લાભ લઉં છું. હવે તમારી સાઇટ પર. આભાર.

  3. kanchankumari parmar
    kanchankumari parmar July 23, 2009

    એકાકિ મનથી થાકી ત્યારે લીધી પેન; પેને એવા વમળ સર્જ્યા નથી દિવસ રાત ચેન હવે તો મળશે મુક્તિ કે પછી પેન જ યુક્તિ? ….

Leave a Reply to Ashwin-Sonal Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.