Archive for the 'ફિલ્મી ગીતો' Category

નજરના જામ છલકાવીને

Tuesday, December 23rd, 2008

આજે એક જૂનું પરંતુ યાદગાર ગીત જેને મુકેશનો સ્વર સાંપડ્યો હતો. ફિલ્મ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) માટે ગવાયેલ આ ગીતનું સંગીત જાણીતા સંગીતકાર કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું. નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો જરા ઊભા રહો, જરા [...]

વીજળીને ચમકારે

Wednesday, November 5th, 2008

વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે [...]

મારું મન મોહી ગયું

Monday, September 1st, 2008

આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને. આલ્બમ : અમર સદા અવિનાશ તને જાતાં જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન [...]

સજન મારી પ્રિતડી

Friday, August 29th, 2008

ઘણાં ઘણાં વરસો પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ગુજરાતી ફિલ્મ જોયેલી જેમાં જીગર અને અમી (ફિલ્મના નાયક અને નાયિકા) ની જોડી બતાવવામાં આવી હતી. એ ફિલ્મનું નામ તો યાદ નથી પણ આ સુંદર ગીત યાદ રહી ગયેલું. મારી જેમ વાચકોને પણ એ ગમશે એવું માની આજે તેને પ્રસ્તુત કરું છું. સ્વર : સુમન કલ્યાણપુર, મુકેશ સજન મારી [...]

કોણ હલાવે લીમડી

Saturday, August 16th, 2008

આજે રક્ષાબંધનનો તહેવાર છે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ની જેમ જ ‘ભગિનીની જોડ સખી નહીં મળે રે લોલ’- એમ ગાવાનું મન થાય એવી વ્હાલના દરિયા જેવી બ્હેનો પોતાના બંધુઓને સ્નેહના પ્રતીક સમી રાખડી બાંધશે. આ એક દિવસ એવો છે જ્યારે બેનથી દુર હોવાનું ભાઈને સૌથી વધારે પીડે. એ પીડાને હળવી કરવા માણો [...]