આજે રક્ષાબંધનનો તહેવાર છે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ની જેમ જ ‘ભગિનીની જોડ સખી નહીં મળે રે લોલ’- એમ ગાવાનું મન થાય એવી વ્હાલના દરિયા જેવી બ્હેનો પોતાના બંધુઓને સ્નેહના પ્રતીક સમી રાખડી બાંધશે. આ એક દિવસ એવો છે જ્યારે બેનથી દુર હોવાનું ભાઈને સૌથી વધારે પીડે. એ પીડાને હળવી કરવા માણો ભાઈબેનના પ્રેમને પ્રકટ કરતું આ સુંદર ગીત.
*
[ફિલ્મ: સોનબાઈની ચુંદડી ]
*
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી.
હે લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય,
હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયો જાય
લીલુડી લીમડી હેઠે, બેનીબા હિંચકે હીંચે … કોણ હલાવે
એ પંખીડા.. પંખીડા.. ઓરાં આવો
બેની મારી હિંચકે હીંચે ડાળીઓ તું ઝુલાવ
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો … કોણ હલાવે
આજ હિંચોળું બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેનીનો હિંચકો ડોલે … કોણ હલાવે
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ..
બેનડી ઝુલે .. ભાઈલો ઝુલાવે ડાળખી… કોણ હલાવે
song shows love between brother and sister. touch the heart.
congratulations for selecting good items.
વરસો પછીની ઈચ્છા પૂરી થઈ ..
“જોબનિયુ આજે આવ્યું ને કાલ જશે”,
“ઝૂલે ઝૂલે નંદજીનો લાલ”,
“અંબા માંગુ તારી પાસ મારી પુરી કરજે આશ હું તો માગી માગીને માંગુ એટલું મારો અમર રાખો ને ચુડી ચાંદલો”
ગીત વેબસાઈટ પર મુકવા વિનંતી.
Very Nice song.
આ. મીતિક્ષાબેન,
આપની વેબસાઈટ ખુબ સરસ લાગી.
ગુજરાતી ભજન ગાયક શ્રી હેમન્ત ચૌહાણનુ “રંગાઈ જાને રંગમા” ગીત વેબસાઈટ પર મુકવા વિનંતી.
આભાર.
– દિવ્યા પરમાર.
ghana samay pachi man ne sparshe tevu geet sambhadi khub maja aavi
ખૂબ જ સુંદર – આભાર!
Song was very nice and I remember you a lot.
પ્રસંગને અનુરુપ સોનબાઈની ચુંદડીનું ફરી ફરી સાંભળવાનું મન થાય તેવું લોકગીત માણ્યુ.
સરસ.
આ ગીત સાંભળીને બેનને ભાઈની ખૂબ યાદ આવી જાય છે.