Archive for September, 2009

વિશ્વંભરી સ્તુતિ

Saturday, September 19th, 2009

આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ [...]

કેમ ? હું માણસ છું.

Tuesday, September 15th, 2009

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. માણસ માત્ર ભૂલને પાત્ર. જીવનમાં જેણે એક પણ ભૂલ ન કરી હોય તેવો કોઈ માણસ નહીં હોય. શૂન્ય પાલનપુરીનો શેર યાદ આવે છે જીવન એક માર્ગ છે, ને માર્ગમાં તો હોય ખાડા પણ, મુસાફર છું, પડું તો દોષ ના દેજો પતન માટે. ભૂલ થવી માનવસહજ છે, પણ વ્યક્તિની ખરી [...]

તમે રે તિલક રાજા રામના

Thursday, September 10th, 2009

ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવી અમર કૃતિ ધરી જનાર રાવજી પટેલની એક વધુ લોકપ્રિય કૃતિ આજે માણીએ. જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની [...]

વિચિત્ર ન્યાય છે

Saturday, September 5th, 2009

જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં. [આલ્બમ - તારા શહેરમાં] [...]

ફરીથી એવી બહાર આવે

Tuesday, September 1st, 2009

મિત્રો, કોઈના આગમનની પ્રતીક્ષા હોય ત્યારે પગ આપોઆપ ઉંબરા તરફ વળે છે. આવવાનો સમય થાય એટલે આપણે અધીરી આંખે વારેવારે ઘડિયાળ તરફ જોયા કરીએ, બારી બહાર, બારણાં તરફ કે આવવાના માર્ગ તરફ તાકી રહીએ છીએ. એ બેચેની અને બેકરારી મિલનની ઝંખના અહીં રજૂ થઈ છે. પ્રેમીના આંતરજગતનું વર્ણન કરતી શયદાની આ ગઝલ આજે માણીએ. જનારી [...]