કંકુના સૂરજ આથમ્યા

આ ગીત મારું ‘all time favorite’ છે. એના વિશે કંઈ પણ કહેવું કે લખવું એ કવિ, કૃતિ અને કદરદાનની વચ્ચે આવવા જેવું છે. એને તો અશ્રુની વહેતી ધારે.. બસ માણવું જ રહ્યું. જે સંજોગોએ આ અમર રચનાને જન્મ આપ્યો તેની પાર્શ્વભૂમિકા તથા કવિ રાવજી પટેલ વિશે વધુ જાણવા અહીં જોવાનું ભૂલતા નહીં.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

[મિત્રો, ભીતરના જે દર્દે આ કરુણ ગીતને જન્મ આપ્યો તે કારમા સંજોગોની કહાણી જાણવા માટે જરૂરથી વાંચો સ્વ. રાવજી પટેલ – શ્રદ્ધાંજલિ ]

COMMENTS (22)

Thanks to mitixa.com through which I could listen,read & enjoy Ravji Patel’s best creation ! after so many years & that too in USA, far far away from our sweet Janmabhoomi Bharat !!!

”mari aakhe” is a very fabluous song with extremely touchy lines, which melts one’s heart and forces to visualise the pain, which the author had suffered from. Really very nice. Keep up the good work.

‘Kanku na suraj athamya’ is a beautiful poetry and tuned and sung very well.

ચિરંજીવી મૃત્યુ ગીત. ગાયકી પણ ગમી. કોણે ગાયું છે ?

Reply

Heart throbbing, makes me tearful every time I listen.

Reply

everytime this song makes me sad. The best song in gujarati. and very well sung by Bhupendar Sing.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા………રાવજી પટેલનું ચિરંજીવી….મૃત્યુગીત……

Reply

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા………
સ્વર્ગસ્થ શ્રી રાવજી પટેલ ને શ્રદ્ધાંજલી અર્પતુ આ ગીત મારું પ્રિય ગીત છે.
મહેન્દ્ર ભાવસાર

Parthiv Gohil ગુજરાતનું ગૌરવ છે. એના અવાજમાં આ ગીત ખરેખર ખુબ જ સુન્દર અને દિલમાં ગીતના શબ્દ ઉતરી જાય એવા છે. શક્ય હોય તો પાર્થિવના બીજા ગીત મુકવા વિનંતી. આભાર. જય ગરવી ગુજરાત.

ALL TIME FAVORITE………

Reply

આ ગીત મને ઘણું જ ગમે છે.
– કિંજલ ભાવસાર

Reply

This is one of the best song!

Reply

મારુ મનગમતુ ગીત……ખુબ સુન્દર રચના…..મધુર ગાયકી.
સ્વ. રાવજી ની બીજી રચના મુકવા અનુરોધ.
-સ્વાતિબેન રઘુભઇ જોશી.

Reply

ખુબ જ ગમ્યું.
– શ્વેતાંક સુથાર

i loved the song
manisha shah
kolkata

1 2

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.