Press "Enter" to skip to content

બેઠા છીએ


*
રાત આખી રોઈને બેઠા છીએ,
કેટલું કૈં ખોઈને બેઠા છીએ.

સ્વપ્નથી મેલી થયેલી આંખને,
આંસુઓથી ધોઈને બેઠા છીએ.

જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ
એજ રેખા જોઈને બેઠા છીએ.

વીજળી ચમકીને કરશે શું હવે,
મોતીઓ તો પ્રોઈને બેઠા છીએ.**

નામ ‘ચાતક’ એટલે ધાર્યું અમે,
મનમાં ધારી કોઈને બેઠા છીએ.
*
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
** (વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ …. ગંગાસતીનું પુણ્યસ્મરણ)
[Above – Painting by Donald Zolan]

4 Comments

  1. વિરેન પટેલ
    વિરેન પટેલ October 1, 2024

    અતિ સુંદર રચના.

    • admin
      admin March 5, 2025

      આભાર

  2. Hitesh Rathod
    Hitesh Rathod October 1, 2024

    વાહ, ખૂબ જ સુંદર રચના! આફરિન!

    નીચેની પંક્તિમાં એક નાનકડું સૂચન, જો યોગ્ય લાગે:

    ” જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ” – ની જગ્યાએ

    ‘હથેળીમાં જે ન’તી ચિતરાઈ, બસ’ વધુ દીપશે.

    • admin
      admin December 5, 2024

      હિતેશભાઈ,
      કુશળ હશો. આપને ગઝલ ગમી તેનો આનંદ.
      બીજું, આપના સૂચન પ્રમાણે ફેરફાર કરવા જતાં ગઝલનો છંદ ખોડંગાશે.
      જે હથેળીમાં ન’તી ચિતરાઈ, બસ
      (ગાલગાગા ગાલગાગા ગાલગા) ને બદલે
      ‘હથેળીમાં જે ન’તી ચિતરાઈ, બસ’
      (લગાગાગા ગાલગાગા ગાલગા) થશે.
      સૂચન બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.