[Painting by Donald Zolan]
બાગબાઁને એ ન પૂછો, ધૂપમાં કે છાંવમાં,
ફુલને ઊગાડવાના હોય છે પથરાવમાં.
મચ્છરોની જેમ ડંખી જાય ડાળોને વસંત,
શ્હેર આખું થરથરે એના ગુલાબી તાવમાં.
આપણી ઈચ્છાય બાળક જેમ રમતી હોય છે,
પોક મૂકી શું રડો છો સાંપડેલા ઘાવમાં.
પાંપણો મીંચી જવાથી લાગણી રોકાય ના,
ડૂબવાનું હોય છે બે આંખના ઢોળાવમાં.
શ્વાસની સેના ભલેને હારતી આવી છતાં,
ઝૂઝવાનું અંત સુધી જિંદગીના દાવમાં.
બે ઘડી રાહત મળે છે કોઈની હમદર્દીથી,
આયખું વીતાવવું મુશ્કેલ છે સદ્ ભાવમાં.
સો વરસ ઘડિયાળનાં પણ આંખને ઓછાં પડે,
નીર ઊંડા નીકળે ‘ચાતક’ પ્રતીક્ષા-વાવમાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પાંપણો મીંચી જવાથી લાગણી રોકાય ના,
ડૂબવાનું હોય છે બે આંખના ઢોળાવમાં.
શ્વાસની સેના ભલેને હારતી આવી છતાં,
ઝૂઝવાનું અંત સુધી જિંદગીના દાવમાં.
Waahhhh
ખાલી વાહ વાહથી કામ ન ચાલે, ધન્યવાદ કહેવું પણ જરૂરી છે.
સરસ રચના.
પથરાવમાં, તાવમાં, ઘાવમાં, ઢોળાવમાં, દાવમાં, ભાવમાં,અને છેલ્લે વાવમાં,
અગર એક પંક્તિ સ્મસાનથી સબંધ ધરાવતી આવી ગઈ હોત તો પૂરી ઝીંદગીનો નીચોડ આવી જાત.
આખી ગઝલ સરસ. હમરદીફ કાફિયાથી ખૂબ ઝીણું નકશીકામ કર્યું છે. મારા દિલી અભિનંદન.
જિન્દગીમાં ઝઝૂમ્યા વગર તો ચાલે જ નહીં – બહુ સરસ જીવનનો સાર વર્ણવ્યો છે.
શ્વાસની સેના ભલેને હારતી આવી છતાં,….
સુંદર રચના ! અભિનંદન દક્ષેશભાઈ !
अच्छा है…
ઇતિહાસ આ વાત પુરવાર કરે છે કે, કવિની સારી રચનાથી ધરતી ઉપર ઘણા ફેરફાર થયા છે,
શું આપની નિસ્વાર્થ અને લાગણીથી ભરપુર રચનાથી હિંદુ અને મુસલમાનોના સબંધ સારા નથી થઈ સકતા ?
ખુબ ખુબ ધન્યવાદ.
મચ્છરોની જેમ ડંખી જાય ડાળોને વસંત,
શ્હેર આખું થરથરે એના ગુલાબી તાવમાં….વાહ..
નખશિખ સુંદર ગઝલનો વધારે ગમેલો શે’ર…
વાહ ! વાહ !! ક્યા બાત હૈ !!! ખુબ જ સરસ !
કાબીલે દાદ શબ્દો -પ્રાશમા જીવનની વાસ્તવીકતાને ગુંથતી રચનાને હાર્દિક ધન્યવાદ!!!
” શ્વાસની સેના ભલેને હારતી આવે છતા
ઝુઝવાનુ અંત સુધી જીંદગીના દાવમા”