આજથી પચીસ-પચાસ વરસ પહેલાં જે ગરબા ગવાતા હતા તે આજકાલ શોધ્યે જડે તેમ નથી. મા અંબાની આરાધના તથા એમને ગરબે રમવાનું આમંત્રણ આપવા સિવાય ગવાનારા મોટા ભાગના ગરબાઓ લોકગીત હતાં. ગરબાને બહાને બ્હેનો ભેગી મળી પોતાના મનની વાતોની આપલે કરતી. આજે એવો જૂનો, ઘણાં વરસોથી ગવાતો આવેલ ગરબો સાંભળીએ. એમાં વ્યક્ત થયેલ ભાવ ખુબ સુંદર છે, આપણને પ્રેમનો અદભુત સંદેશ આપે છે.
*
સ્વર: અનીતા ગઢવી
*
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ,
જો કોઈ જાણે જગતમાં પછી જુદાં રહે નહીં કોઈ.
*
ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયા પાર
એવા મોતીસરને મેળે જાજો, લાવજો ઝીણી સેર … ઝીણાં મારુજી
લઈ જા એવા મલકમાં જ્યાં કોઈ ના વેરી હોય
હેતાળાં મમતાળાં દિલડાંના લ્હેરી હોય
આપણા મલકનાં માયાળુ માનવી, માયા લાગી જાય … ઝીણાં મારુજી
લઈ જા એવા મલકમાં જ્યાં પ્રીતના મંદિર હોય
પ્રીત્યું વિના બીજાની પૂજા કરે ના કોય
હેતના વ્હેતાં ઝરણાં હો ત્યાં કોઈ દિ ના સુકાય … ઝીણાં મારુજી
મોતી ભરેલા ચોકમાં રાધા રમે જ્યાં રાસ
એવું મંદિરીયું ગોતીને અમે કરીશું વાસ
સાત ભવના સાથી કેરા મનડાં લ્હેરે જાય … ઝીણાં મારુજી
સરસ ગરબો લઇ આવ્યા.
યાદ આવે છે ૧૯૬૩-૬૪માં મારા વતન ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્માના નાના ગામમાં એક વડીલે ગવડાવેલ ગરબો ..અંબા અભયપદ દાયની રે .. આપ સંભળાવી શકો?
Hi Hu Neha Bakshi Nagar Chhu tethi j wahhhhh wahhhh karu chhu kem ke gazzal ane kavitani sacchi jankari matra ne matra ( 88% ) ” NAGAR” loko ne j hoi chhe
ઘણા લાબા સમય બાદ માજાનુ લોકગીત સાભળ્યુ !!!!