Press "Enter" to skip to content

નંદલાલાને માતા જશોદાજી સાંભરે


ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની પળેપળ ભગવાન શ્રીકૃષ્ણને મહેલમાં બેચેન કરતી. પરંતુ ધર્મસંસ્થાપનાનું યુગકર્મ કરવા પ્રકટ થયેલ ભગવાન એ સ્મૃતિઓથી ચળી જાત તો જગદગુરુ થોડા કહેવાત. મથુરાના રાજભવનમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોદશાનું સુંદર ચિત્રણ સાંભળો આ મધુરા પદમાં.
*

*
નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…નંદલાલાને

હીરા માણેકના મુગુટ ધરાય છે,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદલાલાને

તબલા સારંગીના સૂર સંભળાય છે,
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

છપ્પન ભોગના થાળ ધરાય છે,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે,
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

[ફરમાઈશ કરનાર – જયશ્રીબેન જોશી]

7 Comments

  1. R K Thakkar
    R K Thakkar December 27, 2020

    સુપર ગીત બનાવ્યું છે

  2. Manasi Dhandhalya
    Manasi Dhandhalya February 14, 2020

    ખુબ જ સુંદર લયમાધુર્ય તથા ભાવવાહિ સંગીત 👌👌 શ્રીકૃષ્ણને ગોકુળમય કરી દેતું આ ગીત આપણને શ્રીકૃષ્ણમય કરી દે છે 🙏

  3. Girish
    Girish June 2, 2009

    Thanks for giving us great bhajans n may god bless u all.

  4. manvant
    manvant April 15, 2009

    આ ગીત ગાતી-વગાડતી વખતે મારી આંખો ભીની થાય છે !

    • રાજેશ
      રાજેશ September 16, 2025

      આ અત્યંત ભાવવાહી ગીત ગાતા હૃદય ભરાઈ જાય! ભાવ વિભોર થઈ જવાય છે! જય શ્રી કૃષ્ણ 🙏

  5. Jayshri Joshi
    Jayshri Joshi April 6, 2009

    Thanks for this song નંદલાલાને માતા યશોદાજી સાંભરે.
    Thankful to your good site for giving me a good response and provide such good songs of sri krishna.
    Thanks,
    Jayshri

Leave a Reply to Jayshri Joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.