પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.
હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.
હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
– હિતેન આનંદપરા
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
વર્ષો જૂની પરંપરા અનુસાર ઉમરા ગામમાં લોકો મહાદેવને કરચલા ચઢાવીને માનતા પૂરી કરે! બીજી તરફ કેન્સર જેવા રોગના ચિહ્ન તરીકે તેને મૂક્યું! અને કર્ક રાશીવાળાને કેન્સરના ડરનો વહેમ ઉભો કર્યો…
બાકી અહીં કરચલાનું જમણ હોય તો બસ આનદ
ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
રચના સરસ છે. ઊપરોક્ત શેરમાં ગાલ પર ખંજનો હોતા હશે માં ગાલ પર પછીનો ગા ખુટે છે.
ગાલગાગા ગાલગાગા ગાલગાને બદલે ગાલગા ગાલગા ગાગાલગા થતું જોવા મળે છે. પ્રિન્ટ ઍરર હોય તો સુધારો કરવા વિનંતી.