બાળપણના દિવસો સોનેરી દિવસો અમથા નથી કહેવાતા. જેમ સોનું કદી પોતાની ચળક નથી ગુમાવતું અને જૂનું થાય તોપણ એટલું જ આકર્ષક રહે છે તેમ જ બચપણના દિવસો માનસપટ પરથી નથી ભૂંસાતા. અહીં એવા જ દિવસો ને એવા જ મિત્રો સાથે ગાળેલી પળોની યાદો મનને તરબતર કરે છે એથી કવિ કહે છે કે એ બધા ક્યાં ગયા ? શૈશવના ઢાળ, મુક્ત મનના મુક્કા, એ ગાળાગાળી એ બધું ક્યાં ગયું ? આપણે સૌ પણ ક્યાંક એવી જ કોઈ તલાશમાં નથી શું ?
ક્યાં છે એ વારતા કે સરવરની પાળ ક્યાં છે ?
પોપટ પૂછે બિચારો, ‘આંબાની ડાળ ક્યાં છે ?’
સાથે જ ઊડવાનું કહેનાર દોસ્તદારો,
ઢૂંઢું ગગન તમારાં, રે ! એની ભાળ ક્યાં છે ?
લપસી પડાય એવું તો ખૂબ છે અહીં પણ
લપસી શકાય એવા શૈશવના ઢાળ ક્યાં છે ?
મિત્રોની વાતમાં ’લ્યાં આ મોણ ક્યાંથી આવ્યું ?
એ મુક્ત મનના મુક્કા, એ મિષ્ટ ગાળ ક્યાં છે ?
તારા નગરના રસ્તા મારી સમજમાં ના’ વે,
ખુલ્લું એ આભ ક્યાં છે ? ખેતર વિશાળ ક્યાં છે ?
આ વાવ છે અવાવરું ને બંધિયાર જળ છે
ઝરણાપણું પિછાણું એવા ઉછાળ ક્યાં છે ?
– વિષ્ણુ પટેલ
ખૂબ સરસ. જગજીત સિંહની ‘યે દૌલત ભી લે લો” યાદ આવી ગઇ. સંગીતકારોને નમ્ર નિવેદન કે આ રચનાને પણ સુંદર રીતે સ્વરબધ્ધ કરી અમર બનાવે.
હે ચન્દ્રમૌલી… હે ચન્દ્રશેખર
if you have this stuti please can you post this .Bipinfuva and Hemang
use to sing this long time ago.if you remember that. (Shiv Stuti)
લપસી પડાય એવું તો ખૂબ છે અહીં પણ
લપસી શકાય એવા શૈશવના ઢાળ ક્યાં છે ?
ખરેખર શૈશવ, પોતાનું ગામ, નાનપણના મિત્રો, આ બધું દુનિયામાં ક્યાંય નથી મળતું.
સરસ રચના છે.
પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય….. એ દિવસો હવે ક્યાંથી??????
પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ,
પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ જંગલમાં ફરવા જાય,
પોપટ જંગલમાં ઇલુ ઇલુ કરે… પોપટ જલસા કરે, ઠગા ઠૈયા કરે, મન ફાવે એમ મજા કરે..