હરિન્દ્ર દવેની આ મારી મનગમતી કૃતિ છે. કદાચ એમની આ સૌથી શ્રેષ્ઠ કૃતિ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઘણી કાવ્યપંક્તિઓ લોકોના મોંઢે ચઢી જાય, આ એમાંની એક છે. ચાલો માણીએ ગુજરાતી સાહિત્યના ઘરેણાં સમી આ કૃતિ.
*
સ્વર – હંસા દવે
*
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
– હરિન્દ્ર દવે
This site is my go to for everything Gujarati! Thank you.
simply superb…
every poem brings tears…my dear..
I want to download all this superb poems. will u help me. plz.
I love this song
Thanks for the song. I listened all the version of this song and best is definately of Hansa Dave.
કૃતિ અતિ ગમે છે. હૃદયમાંથી નીકળતા શબ્દ છે ..
આ ગીત બહુ જ સારુ છે. મેં આ ગીત બહુ જ શોધ્યું પણ ના મળ્યું… આભાર તમારો
આ સોન્ગ ખુબજ સુંદર છે. કાવ્યપંક્તિઓ હૃદય ને સ્પર્શ કરી ગઇ.
આ સોન્ગ સાંભળ્યું ને તમે યાદ આવ્યા.
મને ગમ્યુ.
હરિન્દ્ર દવે પ્રથમ વરસાદે જન્મભુમિ પ્રવાસીના રવિવાર પુર્તિના પહેલે પાને છપાતી કવિતા વરસાદના આગમનની જાણ કરતી અને મુંબાઇમાં વરસાદનું આગમન થતું. That time we feel in mumbai when Harindra Dave’s poem published in pravasi on first page, i think so many rain poem i have read in pravasi, mumbai.
હૃદય થડકો ચુક્યું જાણે તમે આવ્યાં; કે પછી ખાલી પગરવ ના ભણકારે થયું હશે આમ; હૃદય થડકો ચુકે ભલે ચુકે તમામ ભણકારા કોઇ દિ થાય નહિ; ના પ્રતિક્ષા યે લંબાય………
Please provide songs of Krishna.
Jayshri
I like mitixa.com very much. Thanks for you good choice in bhajans. Songs of krisha & my special song Nandlala ne mata jashodaji samble mamta mukine . please arrange to put this song.
Thanks,
Jayshri
હૃદય ને સ્પર્શ કરી ગઇ.
sorry, very difficult to write in Gujarati, but I must say after 30 years I got to read something that touched my heart.
આ ગાયન ખુબજ સુંદર હતું.
– દેવુ
men, this is a amazing site. our parents will love it so will we. thank you a million times. is is possible that we can download songs ? may be for a price.
This is very beautiful song, i was trying to get it for last 10 years. It is very beautiful song, but this is not full song. pl arrange to put full song. second last line is missing.
ભાભી, આ મારી પણ મનગમતી કૃતિ છે.
કાવ્યપંક્તિઓ હૈયે ચઢી જાય એવી છે.
ખૂબ સુંદર પસંદગી છે.