ભગવો થઇ ગયો
Friday, December 26th, 2008આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો. બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો. જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે. મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો. તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ મારી તરસના તાપથી [...]