ધાર કાઢી આપ તું

એક આંસુ આંખમાં છે, બ્હાર કાઢી આપ તું,
લાગણી સંવેદનાને ધાર કાઢી આપ તું.

ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.

ટળવળું છું ક્યારનો હું પ્હોંચવા એના ઘરે,
શક્ય હો તો સાંકડી પગથાર કાઢી આપ તું.

ને ખુલી આંખે અસંભવ હોય જો એનું મિલન,
તો મિલનના સ્વપ્નની વણજાર કાઢી આપ તું.

હર સમસ્યાના ઉકેલો આખરે તુજ પાસ છે,
હસ્તરેખાઓ નવી બે-ચાર કાઢી આપ તું.

એક-બે છાંટે શમે ‘ચાતક’ નહીં દાવાનળો,
આભ ફાડી મેઘ મુશળધાર કાઢી આપ તું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (10)

વાહ ‘ચાતક’ નખશિખ આસ્વાદ્ય ગઝલ.

રમલ છંદ પણ હવે સિદ્ધ થઈ ગયો. હવે ભુજંગી કે ઝૂલણાના લયને હૃદયસ્થ કરવાનું વિચારી શકાય.

Reply

Good one!
Praful Thar

એક આંસુ આંખમાં છે, બ્હાર કાઢી આપ તું,
લાગણી સંવેદનાને ધાર કાઢી આપ તું.

ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.

ટળવળું છું ક્યારનો હું પ્હોંચવા એના ઘરે,
શક્ય હો તો સાંકડી પગથાર કાઢી આપ તું.

ને ખુલી આંખે અસંભવ હોય જો એનું મિલન,
તો મિલનના સ્વપ્નની વણજાર કાઢી આપ તું.

સુંદરમ .. !! v nice …

Reply

ખુબ સુંદર આસ્વાદ્ય ગઝલ, દરેક શે’ર મજાના છે.
એમાય આ તો લાજવાબ ..

ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.

હર સમસ્યાના ઉકેલો આખરે તુજ પાસ છે,
હસ્તરેખાઓ નવી બે-ચાર કાઢી આપ તું…વાહ…!!!

ને ખુલી આંખે અસંભવ હોય જો એનું મિલન,
તો મિલનના સ્વપ્નની વણજાર કાઢી આપ તું.
ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.
વાહ વાહ્

તમારી આ નવી ગઝલ માણવાની મીઠાશ સંવેદનામાં સતત રમમાણ રહેશે.

Reply

ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ,
ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું.

ટળવળું છું ક્યારનો હું પ્હોંચવા એના ઘરે,
શક્ય હો તો સાંકડી પગથાર કાઢી આપ તું.

દક્ષેશભાઈ, સુંદર ગઝલ..સાચી ભાવભ્ક્તિની અભિલાષા પ્રગટાવતી…
ભાવિ હી વિધ્યતે દેવો તસ્માત ભાવો હી કારણમ..
દ્રુતે ચિત્તે પ્રવિશ્ટાયા ગોવિન્દાકારતિ સ્થીરાઃ…

નખશિખ ટકોરાબંધ ગઝલ દક્ષેશભાઈ…
કોઇ એક શેર અલગ તારવવો મુશ્કેલ થઈ પડે એવું છે !
આખેઆખી ગઝલને વધાવું છું.
ખૂબ-ખૂબ અભિનંદન…

ભલે બાપુ ! કોઇક તો ધાર કાઢી આપશે જ ને ?

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.