(તરન્નૂમ – રાજુ યાત્રી)
પ્રેમના વિસ્તારને જોયો નથી,
શ્વાસને લૈ શ્વાસમાં પોયો નથી.
રૂપની ચકચાર છે ચારે તરફ,
આયનાને મેં હજી લોયો નથી.
એ સ્વીકારું છું કે એમાં દાગ છે,
મેં પલકથી ચાંદને ધોયો નથી.
એમણે જાતાં કહ્યું’તું ‘આવજો’,
એ જ કારણથી હજુ રોયો નથી.
આંખના આંસુ અહીં ઝાકળસમા,
જેમણે સૂરજ કદી જોયો નથી.
નામ ‘ચાતક’ એટલે રાખી શકું,
મેં કદી વિશ્વાસને ખોયો નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
એમણે જતા કહ્યું હતું ‘આવજો’ પણ આંખોમાં આવકાર મેં કદિ જોયો નથી !!!!!!!
એ સ્વીકારું છું કે એમાં દાગ છે,
મેં પલકથી ચાંદને ધોયો નથી.
દક્ષેશભાઈ સુન્દર ગઝલ અને તરન્નુમ્..મોટભાગના મુશાયમામાં મને પણ તરન્નુમમાં જ ગઝલ રજુ કરવી ગમે… શેરિયત ની ચોટ જો કે અલગ થઈ જાય પણ એક રુચિ અને અલગ મજા હોય છે તરન્નુમની.. તરત જે પન્ક્તિ ગમી તે કોટ કરી ..પણ આખી ગઝલ જ સુંદર છે.. લાજવાબ પ્રેમની અનુભૂતિ કહી જાય છે..આ ગઝલ ..
સરસ ગઝલ
એમણે જાતાં કહ્યું’તું ‘આવજો’,
એ જ કારણથી હજુ રોયો નથી.
આંખના આંસુ અહીં ઝાકળસમા,
જેમણે સૂરજ કદી જોયો નથી.
આ શેર વધુ ગમ્યા
ચોટદાર ગઝલ..
સરસ મઝાના કાફિયા. જરા હટકે લાગે. આખી ગઝલ લાગણીથી છલકાય છે.
રૂપની ચકચાર છે ચારે તરફ,
આયનાને મેં હજી લોયો નથી.
સરસ ગઝલ. નરવા કંઠથી એક અલગ નિખાર પણ પામે છે.
પોયોનો અર્થ? (પ્રોયો – પરોવ્યો એમ તો અભિપ્રેત નથી ને?). એજ રીતે લોયો = લો’યો, લ્હોયો (લૂછવાના અર્થમાં)?
પંચમભાઈ,
બંને તમે જે રીતે ઉલ્લેખ કર્યો તે જ અર્થમાં વપરાયા છે –
પોયો – પરોવ્યો અને લોયો – લૂછ્યો
પઠન અને ગઝલ બન્ને સુસંગત રહ્યાં, ગમ્યાં અને માણ્યા.
વાહ ….ખુબ સરસ ………..
એમણે જાતાં કહ્યું’તું ‘આવજો’,
એ જ કારણથી હજુ રોયો નથી.
વાહ સરસ ગઝલ છે. આ શેર તો લાજવાબ … અભિનંદન
ખુબ સુંદર ગઝલ.. ટુંકી બહેરમાં સુંદર કામ થયું છે..
આ વિષેશ ગમ્યું..
રૂપની ચકચાર છે ચારે તરફ,
આયનાને મેં હજી લોયો નથી.
એમણે જાતાં કહ્યું’તું ‘આવજો’,
એ જ કારણથી હજુ રોયો નથી.
આંખના આંસુ અહીં ઝાકળસમા,
જેમણે સૂરજ કદી જોયો નથી.