[audio:/yatri/kagal-male-chhe.mp3|titles=Kaagal Male Chhe|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)
લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે !
મને રોજ તડકાનાં કાગળ મળે છે !
સમય સાથ ચાલું છું તોયે જુઓને,
મુસીબત કદમ એક આગળ મળે છે !
તકાદા કરે છે તું કેવા મિલનના,
મને ફક્ત અધખુલી સાંકળ મળે છે !
તને શોધતાં શોધતાં લોક હાંફે,
ખુદા, તુંય ભીંતોની પાછળ મળે છે ?!!
ખુશાલી હવે ના મળે કોઈ ઘરમાં,
ખુશીના મુકામોય ભાગળ મળે છે !
નિરાશા વદનથી લુછી નાંખ ‘ચાતક’,
ક્ષિતિજે અહીં રોજ વાદળ મળે છે !
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
નવો છંદ. નવી અભિવ્યક્તિ. બધા જ શેર ટકોરાબંધ.
ખાસ કરીને ‘તડકાનાં કાગળ’ ની નાજુક અભિવ્યક્તિ અને ‘ભીંતની પાછળ ખુદા’ ની વ્યંજના નજર ફરતાં જ સ્પર્શી ગયા.
સમય સાથ ચાલું છું તોયે જુઓને,
મુસીબત કદમ એક આગળ મળે છે !
સુંદરમ ..!!
ક્ષિતિજે અહીઁ રોજ વાદળ મળે છે !
વાહ કવિ !
તને શોધતાં શોધતાં લોક હાંફે,
ખુદા, તુંય ભીંતોની પાછળ મળે છે ?!!
સરસ વક્રોક્તિ અને અભિવ્યક્તિની મનોહર આરાધના..
મને રોજ તડકાનાં કાગળ મળે છે…..
વાહ !
મત્લાનો શેર ખૂબ જ સરસ થયો છે.
સરસ ગઝલ આપી, દક્ષેશભાઈ !
સમય સાથ ચાલું છું તોયે જુઓને,
મુસીબત કદમ એક આગળ મળે છે !
ખૂબ જ સરસ ગઝલ છે દક્ષેશભાઈ !
સુંદર અભિવ્યક્તિ. મત્લાનો શેર સરસ થયો છે. અભિનંદન.
સુંદર મત્લા સાથેની જાનદાર ગઝલ!
સુધીર પટેલ.