વિસ્તાર શબ્દનો

પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો
ઇશ્વરના દેહ જેટલો જ છે વિસ્તાર શબ્દનો

એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં
જે નીકળે છે, એ તો છે વ્યવહાર શબ્દનો

એને નહીં નડે પછી અર્થોનું આવરણ
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો

તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યકત થઇ જશે
જીરવી નહીં શકે જો હૃદય ભાર શબ્દનો

એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો

આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો

- લાભશંકર દવે

2 Responses to “વિસ્તાર શબ્દનો”

  1. Upasana Says:

    ખૂબ સુંદર વાત કહી – ભાવની અભિવ્યક્તિ!
    તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યકત થઇ જશે
    જીરવી નહીં શકે જો હૃદય ભાર શબ્દનો

  2. Dr firdosh dekhaiya Says:

    વાહ! બહુ જ સરસ

    એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં
    જે નીકળે છે, એ તો છે વ્યવહાર શબ્દનો.

    એને નહીં નડે પછી અર્થોનું આવરણ
    થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો.

    કેટલી સુંદરતાથી લખાયું છે!

    http://www.firdoshdekhaiya.wordpress.com

Leave a Reply