મિત્રો, આજે એક ખુબ જાણીતું અને માનીતું ગીત સાંભળીએ.
*
*
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. … મોરલી.
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. … મોરલી.
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. … મોરલી.
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. … મોરલી.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
કૃષ્ણ ભકિતનો મહિમા અપરંપાર છે. સુંદર ગીત છે.
આવો સુંદર જૂનો ભાતીગળ ગરબો મુકવા બદલ અભિનંદન. વધારે પુરાણા ગરબા મુકવાનો પ્રયાસ કરશો તેવી આશા. થેંક યુ.
જય શ્રીકૃષ્ણ,
ઘણા વિસરઈ ચુકેલા ગરબા યાદ કરાવ્યા……….
દિલ ઝૂમી ઊઠે એવું ખુશીભર્યું ગીત! દાંડિયા રાસ રમવા મન થનગની ઊઠે એવું સંગીત! પસંદગી બદલ આભાર.
-ડૉ. બિપિન કૉન્ટ્રાકટર
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
આ ગીત ક્યારનું સાંભળવું હતું ત્યારે આજે મળ્યુ. આભાર.
અને હા મન નો વિશ્વાસ પર ઉજવાતા વિવિધ દિનોમાં આપ પણ સામેલ થશો તેવી આશા.