Press "Enter" to skip to content

મોર બની થનગાટ કરે


રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા એટલે પ્રણયનું આહવાન .. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. મેઘાણીની અમર કૃતિ અને મારું સૌથી પ્રિય વર્ષાકાવ્ય માણો બે અલગ સ્વરોમાં.
*
સ્વર: ચેતન ગઢવી, આલ્બમ: લોકસાગરના મોતી

*
સ્વર: આશિત દેસાઈ, આલ્બમ: મેઘ મલ્હાર

*
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી
—————————————-
ઘણાં મિત્રો આ સુંદર ગીત સાંભળીને એનો અંગ્રેજીમાં શું અર્થ થાય તે જાણવા માગતા હતા, તો એક મિત્ર પાસેથી મળેલ અંગ્રેજી અનુવાદ અહીં રજૂ કર્યો છે. ગીતના માધુર્યને ગુજરાતી ન સમજનાર પણ માણી શકે એ માટેનો એક નમ્ર પ્રયાસ … Nothing matches original words but this is an attempt to offer inner glimpse into the beauty of this wonderful song….. (admin)
—————————————-
It dances today, my heart, like a peacock it dances, it dances.
It sports a mosaic of passions, Like a peacock’s tail,
It soars to the sky with delight, it quests, O wildly
It dances today, my heart, like a peacock it dances.
Storm-clouds roll through the sky, vaunting their thunder.

Rice-plants bend and sway, As the water rushes,
Frogs croak, doves huddle and tremble in their nests, O proudly
Storm-clouds roll through the sky, vaunting their thunder.

Rain-clouds wet my eyes with their blue collyrium, collyrium.
I spread out my joy on the shaded new woodlands grass,
My soul and the kadamba-trees blossom together, O coolly
Rain-clouds wet my eyes with their blue collyrium.

Who wanders high on the palace-tower, hair unraveled –
Pulling her cloud-blue sari close to her breast?
Who gambols in the shock and flame of the lightning, O who is it
High on the tower today with hair unraveled?

Who sits in the reeds by the river in pure green garments ?
Her water-pot drifts from the bank as she scans the horizon,
Longing, distractedly chewing fresh jasmine, O who is it
Sitting in the reeds by the river in pure green garments ?

Who swings on the bakul-tree branch today in the wilderness,
wilderness–Scattering clusters of blooms,
Sari-hem flying, Hair unplaited and blown in her eyes? O to and fro
High and low swinging, who swings on that branch in the wilderness?

Who moors her boat where ketaki-trees are flowering, flowering?
She has gathered moss in the loose fold of her sari,
Her tearful rain-songs capture my heart, O who is it
Moored to the bank where ketaki-trees are flowering?

It dances today, my heart, like a peacock it dances, it dances.
The woods vibrate with cicadas, Rain soaks leaves,
The river roars nearer and nearer the village, O wildly
It dances today, my heart, like a peacock it dances.
—————————————-
The original poem ‘Naba-barsha’ Written by Rabindranath Tagore on 20th Jaishtha 1307B at Silaidaha. The lyrics are in Bengali. – admin
—————————————-
Hridoy aamar nache re aajike mayurer mato nache re.
Sato baroner bhabo uchhas kalaper mato koreche bikas,
Aakul paran aakase chahia ullase kare jache re.
Ogo, nirjane bakulsakhaya dolaya ke aaji duliche, dodul duliche.
Jharoke jharoke jhariche bakul, aachal aakase hoteche aakul,
Uria alok dhakiche palok kabori khosia khuliche.
Jhare ghanodhara nabopallobe, kapiche kanon jhillir rabe
Tir chapi nodi kalokallole elo pallir kache re.

122 Comments

  1. Utpala Vaidya
    Utpala Vaidya June 21, 2012

    મિતિક્ષાજી,
    ખુબ સરસ પ્રસ્તુતિ…. ખુબ અભિનન્દન અને આભાર.
    અષાઢી બીજની શુભકામનાઓ…

  2. Harshad Chauhan
    Harshad Chauhan June 20, 2012

    ખુબ જ મજા પડી.

  3. Sandip Nayak
    Sandip Nayak May 24, 2012

    વાહ ખુબ સુન્દર

  4. Mayur Joshi
    Mayur Joshi March 6, 2012

    વાહ, ચેતન ગઢવી વાહ..

  5. Vimal Gadhvi
    Vimal Gadhvi February 11, 2012

    What a lyrics, What a Singer, what a raga, nicely sung by Sh. chetan Gadhvi. hemu gadhvi sang this song first time & made it world famous. Any gujarati can feel proud for such a falk song. Congratulations to sh. Chetan Gadhvi for justfying the song. Lots of thanks to the web site for bringing the song with lyrics. Vimal Gadhvi

  6. Megha
    Megha January 7, 2012

    બહુ જ મસ્ત હતુ .
    મને બહુજ ગમ્યુ.
    really i like it very much……..

  7. Kartik Joshi
    Kartik Joshi December 28, 2011

    મારુ મન મોર બની થનગાટ કરે!!!! મારા બાપુજીનુ favourite song!!!!!!!!!!! Such a melodious voice by Late. Hemu Gadhvi

  8. Makwana Amit
    Makwana Amit December 2, 2011

    આ ગીત મને ખુબ જ ગમ્યું.

  9. Mahesh
    Mahesh November 25, 2011

    ગીત સાંભળવાની ખુબ મજા આવી

  10. Dipak Prajapati
    Dipak Prajapati September 26, 2011

    ખરેખર ખુબ જ સરસ

  11. Maitri Sanjaybhai Pandya
    Maitri Sanjaybhai Pandya August 7, 2011

    મેં આ ગીત સાથે ભરતનાટ્યમ કર્યુ ..

  12. Parag Aghera
    Parag Aghera July 25, 2011

    This is the best site for finding Gujarati articles. Thanks. Proud to be a Gujarati. જય ગરવી ગુજરાત.

  13. Rammohan
    Rammohan July 18, 2011

    મોજ આવી ગઈ હોં ભાઈ …

  14. Satish Ada
    Satish Ada July 1, 2011

    વગર વર્ષાઋતુએ રસ તરબોળ નાહવા મળ્યું ….mind blowing feeling.
    ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલું જ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા….. બસ ..મારું મન મોર બની થનગાટ કરે.

  15. Amee Kherdia
    Amee Kherdia June 9, 2011

    Wow! gr8… from long time I was finding this song’s lyrics and finally I’v got it.. just b’coz of u… many many thanks…

    ane zaverbhai ne yad kari atyant aanand ni anubhuti thay 6..

  16. Vipul Gajjar
    Vipul Gajjar May 25, 2011

    વગર વર્ષાઋતુએ રસ તરબોળ નાહવા મળ્યું ….mind blowing feeling
    ખરેખર સુંદર, અદ્દભુત, અવર્ણનીય બસ આટલુંજ ……મારી પાસે શબ્દ નથી આને વર્ણવવા….. બસ ..મારું મન મોર બની થનગાટ કરે.

  17. Kishan Mistry
    Kishan Mistry April 23, 2011

    ખુબ સુન્દર લાગ્યું, ધન્યવાદ.

  18. Navaneet Ahir
    Navaneet Ahir April 7, 2011

    સુંદર ગીત

  19. Maitri Pandya
    Maitri Pandya March 28, 2011

    દક્ષેશકાકા, હું તમારા ચિંતન ટેકરીવાળા દોસ્ત સંજયભાઈની દિકરી .. મને વરદ હસ્ત સંભળાવો.

    (મૈત્રીબેન, વરદ હસ્ત આપ સ્વર્ગારોહણ વેબસાઈટ પર સાંભળી શકશો.)
    http://www.swargarohan.org/bhajans/arghya/03.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.