Archive for the 'સ્તોત્ર' Category

જય મંગલમૂર્તિ

Friday, September 5th, 2008

આજકાલ દુંદાળા દેવ ગણેશ ઘરે ઘરે પધાર્યા છે. આદિ કાળથી ગણપતિની પૂજા કોઈપણ શુભ કાર્યના આરંભે થતી આવી છે. પણ આજે જે ગણેશોત્સવ ઉજવાય છે તેનો શ્રેય લોકમાન્ય તિલકને ફાળે જાય છે. જનજાગૃતિ અને લોકોની એકતાના ભાગરૂપે પૂનાથી શરૂ થયેલ ગણેશોત્સવ આજે લગભગ ભારતભરમાં અને વિદેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. દર્શન અને સંનિધિનું સુખ આપવા [...]

ભક્તામર સ્તોત્ર

Wednesday, September 3rd, 2008

પ્રતિ વર્ષ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી જૈન સમુદાય પર્યુષણ પર્વ મનાવે છે. પર્યુષણ પર્વ એટલે પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ, વેરના વિરામનું પર્વ, સમત્વની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પર્વ અને તપ-દાન તથા અઘ્યાત્મ સાધના વડે અંતરની અશુદ્ધિઓને દૂર કરવાનું પર્વ. પર્વની સમાપ્તિ પર જૈન ભાઈઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ અર્થાત્ મારા [...]

શિવમહિમ્ન સ્તોત્ર

Monday, August 4th, 2008

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું [...]