મ્હાલી ગયું મૃત્યુ
Wednesday, July 21st, 2010પ્રેમ અને લાગણીના કોમળ તાંતણે બંધાયેલ એક આત્મીય સ્વજનની તાજેતરમાં થયેલી ચિરવિદાય વેળાએ રચાયેલ રચના. ક્ષણોના કાફલાને પળમહીં ઠારી ગયું મૃત્યુ, વિષમ સૌ વેદનાઓને સહજ મારી ગયું મૃત્યુ. જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ, હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ. જતનથી જિંદગીમાં શ્વાસના માંડેલ સરવાળા, કરીને બાદબાકી પળમહીં, ચાલી ગયું મૃત્યુ. હતી એકેક પળ [...]
