મિત્રો, આજે કન્યાવિદાયને આલેખતી એક રચના. આશા છે આપને ગમશે.
વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,
ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.
જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,
કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.
કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,
આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.
એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.
આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,
આગમનની આશ જીવનને જીવાડી જાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષેશભાઈ,
દિકરી-વિદાયની સુંદર રચના.
આભાર.
દક્ષેશભાઈ,
મારી દિકરી ઉમરલાયક છે. એના લગ્ન વખ્તે આ રચના જરુર કામ આવશે.
આભાર.
It is very touching poem for me . I do not have daughter but in Anleshwar my neighbour’s daughter(ચૈતાલી), she gave love of daughter. While coming back to my home town on transfer, I had same feelings (કન્યાવિદાય), In my four year stay at Anleshwar, I had emotional attachment with ચૈતાલી.
After reading the poem I had feeling of કન્યાવિદાય,
I don’t know whether I may able see her again.
વિજય
કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,
આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે….
ભાઇ મે ત્રણ દીકરીને પરણાવી સાસરે મોકલી છે… એટ્લે હું તે વ્યથાને સ્પર્ષી ચૂક્યો છુ…આપની ગઝલ ખુબ જ સરસ ….
એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.
ખૂબ જ હૃદયસ્પર્શી ગઝલ !
અભિનંદન !
જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,
કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.
ઘણા સમયબાદ આવી રચના સર્જાયેલ વાંચી..આપે ખુબ જ માર્મિક અને ભાવસભર ગઝલ સર્જી..અભિનંદન
એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે…!!
સુન્દર …!!
દિકરી ના હોય તો પણ,
ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે….!!!!
વિદાય એવી આકરી કે દઝાડે મુને રાતદિન ને દીસે દુનિયા ડુબતી આંસુઓના મોજાંથી…..
એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.
રચના ઘણી સરસ ભાવસભર લાગી. જેમને દિકરીઓ હોય એ વધારે સમજી શકે!
વાહ દક્ષેશભાઈ એક હ્રદયસ્પર્શી ગઝલ.આજ ભાવના હોય ક્ન્યાવિદાય સમયે..
આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,
આગમનની આશ જીવનને જીવાડી જાય છે.
આજે આટલા વરસે પણ મારી વિદાય યાદ છે કરી હતી પરાઈ યાદ છે..
સપના
દિકરી-વિદાયની સુંદર ભાવવાહી ગઝલ !
સુધીર પટેલ.
સારી અભિવ્યક્તિ અને સુંદર શબ્દોમા રજુ થઇ છે. ‘પીગાળી’ મીટરમાં બેસતું નથી, જોઇ જશો.
કીર્તિકાન્તભાઈ,
તમારી વાત સાચી છે. સૂચન કરી ધ્યાન પર લાવવા બદલ ઘણો આભાર.
પીગાળીને બદલે પલાળી કર્યું છે. એથી ભાવ પણ જળવાઈ રહે છે.
Thank You.
– Daxesh
કન્યા વિદાય – ખુબ સુન્દર રચના. અભિનન્દન.
હૃદયસ્પર્શી ગઝલ.
વાહ “ચાતક”…!
સુંદર અને લાગણીથી નિતરતી રચના… એમાંય આ વધુ ગમ્યું,
એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.
-અભિનંદન.
સુંદર, ઘણી જ સુંદર અને હ્રદયસ્પર્શી રચના.