અહીં હોવું એ એક ગુનો છે

[A Painting by Amita Bhakta]

સંવાદનો ઓરડો સૂનો છે,
આંખોનો ખૂણો ભીનો છે.

એક તીણી ચીસ હવામાં છે,
અહીં હોવું એ એક ગુનો છે.

લાવી લાવીને શું લાવું ?
તારો ચ્હેરો જ નગીનો છે.

તું ડૂબી જાય છે પળભરમાં,
મારો પ્રવાહ સદીનો છે.

એનાથી આગળ શું ચાલું ?
રસ્તો બસ ટોચ લગીનો છે.

છે મારી આંખોમાં દરિયો,
ને પાંપણ બ્હાર જમીનો છે.

તું અર્થ ન પૂછ પ્રતીક્ષાનો
‘ચાતક’, એ શબ્દ કમીનો છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (8)
Reply

એનાથી આગળ શું ચાલું ?
રસ્તો બસ ટોચ લગીનો છે. .. ક્યાં બાત..!!

જો કે ત્યાર બાદનો પ્રવાસ ભૌતિક નહીં આધ્યાત્મિક છે એટલે વગર રસ્તે પણ જઇ શકાય..

    હા, અશોકભાઈ,
    આધ્યાત્મિક પ્રવાસ એક રીતે જોતાં, આપણું અસ્તિત્વ ઓગળતાં કે સર્વવ્યાપક બનતાં એની મંઝિલ પર પહોંચતો હોય છે ..

Reply

આંખમાંનો દરિયો ખારો ને પાંપણ બહારની જમીન બરછટ,
ટોચ સુધી પહોંચવા માટે તો બંનેથી અલિપ્તતા જ ઉત્તમ.
Aakhmano dariyo kharo ne papan baharni jamin barchhat,
Toch sudhi pahochva mate to bannethi aliptataj uttam.

    અલિપ્તતા પણ અનુભવે જ આવે .. ખરું ને ?

Reply

છે મારી આંખોમાં દરિયો,
ને પાંપણ બ્હાર જમીનો છે.
Daxeshbhai, khub j saras gazal raju kari..

    Thank you Dilip bhai … 🙂

Reply

લાવી લાવીને શું લાવું ?
તારો ચ્હેરો જ નગીનો છે.
गागाના અાવર્તનમાં ટૂંકી બહેરમાં સુંદર રચના.

    Thank you Kishorbhai

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.