Press "Enter" to skip to content

આકાશની વચ્ચે

જીવે ધરતીની આશા જે રીતે આકાશની વચ્ચે,
જીવનની શક્યતાઓ જીવવાની લાશની વચ્ચે.

કળી થઈ ફૂલ બનવાના અભરખા પોષવા માટે,
તમારે જીવવું પડશે સતત પોટાશની વચ્ચે.

અરે, તારા જ સ્મરણોથી તો હું નવરો નથી પડતો,
અને મળવાનું કહે છે તું મને નવરાશની વચ્ચે !

તું રણ થઈ વિસ્તરે ને હું બનું મોસમ બહારોની,
તો મળવું શી રીતે સંભવ બને અવકાશની વચ્ચે.

તમાચા ગાલ પર મારીને સાબિત સ્મિત કરવાનું,
કહો, લાવું ગુલાબી શી રીતે લાલાશની વચ્ચે.

જુઓ, લીમડાની ડાળીના મરકતા બેય હોઠોને,
જીવે છે લ્હેરથી કેવાં સતત કડવાશની વચ્ચે.

ઝહરના ઘૂંટ પીવાનું મને મંજૂર છે ‘ચાતક’,
નથી ગમતું પડી રહેવું સદા કૈલાશની વચ્ચે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

  1. Harshad Patel
    Harshad Patel May 9, 2015

    Nice Gazal.

    • Daxesh
      Daxesh May 10, 2015

      Thank you !

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' April 26, 2015

    મજાના કાફિયા સુંદર રદીફ સાથે સુપેરે સંયોજાયા છે..

    પછી એ ગઝલ માણવાની મોજ આવે જ..

    • Daxesh
      Daxesh May 10, 2015

      Thank you Ashokbhai ..:)

  3. Asha Bhakta
    Asha Bhakta April 25, 2015

    So nice bro ..

    • Daxesh
      Daxesh May 10, 2015

      Thank You Ashaben .. 🙂

  4. Kishore Modi
    Kishore Modi April 25, 2015

    મક્તા સહિત એક માતબર ગઝલ.અભિનંદન.

    • Daxesh
      Daxesh May 10, 2015

      Thank you Kishorbhai ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.