મારી સહી નથી

[Enchantress: A Painting by Amita Bhakta]

બે-ચાર વારતા હશે, જે મેં કહી નથી,
કારણ તો એટલું જ કે એમાં પરી નથી.

સપનાના ગામમાં ચણી રાખેલ છે મકાન,
પાંપણને બીડવા હજી સાંકળ જડી નથી.

આંખોએ રોઈ-રોઈને સીંચી દીધાં ઝરણ,
દરિયાને પૂછવા જતી કોઈ નદી નથી.

‘ચાતક’, પ્રણયની ખાતરી કેવી રીતે થશે ?
અફવાઓ ગામમાં હજુ કોઈ ઉડી નથી.

ડૂબી ગયેલ શક્યતા પૂછી રહી મને,
રેખાઓ હાથની હજુ સરખી કરી નથી ?

એથી વિશેષ હોય શું ‘ચાતક’ અહીં સજા,
મારા જ ભાગ્યમાં કશે મારી સહી નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (15)
Reply

સપનાના ગામમાં ચણી રાખેલ છે મકાન,
પાંપણને બીડવા હજી સાંકળ જડી નથી.

ડૂબી ગયેલ શક્યતા પૂછી રહી મને,
રેખાઓ હાથની હજુ સરખી કરી નથી ?
Wahh

એથી વિશેષ હોય શું ‘ચાતક’ અહીં સજા,
મારા જ ભાગ્યમાં કશે મારી સહી નથી…..
વાહ દક્ષેશભાઈ ખુબ સુન્દર રચના…લવ ધિસ અ લોટ..

આંખોએ રોઈ-રોઈને સીંચી દીધાં ઝરણ,
દરિયાને પૂછવા જતી કોઈ નદી નથી…વાહ વાહ

Reply

આખી ગઝલ સુંદર, દક્ષેશભાઈ…
અભિવ્યક્તિઓ પણ નવી અને સુંદર લાવ્યા છો એ ગમ્યું..

એથી વિશેષ હોય શું ‘ચાતક’ અહીં સજા,
મારા જ ભાગ્યમાં કશે મારી સહી નથી.

સરસ
જલનસાહેબ પણ કહે છે
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.

નવિનતમ અભિવ્યક્તિઓ ગમી એ માટે ખાસ અભિનંદન !
આખી ગઝલ સુંદર થઈ છે.
મત્લાનો અર્થ મને સમજાયો નહીં.

પ્રવીણભાઈ,
તમને ગઝલ ગમી તેનો આનંદ.
વાર્તા અને પરી એકમેક સાથે જાણે વણાયેલા છે. આપણે સામાન્ય રીતે એવી જ વાતો બીજાને કહેતા હોઈએ છીએ જે બીજાને ગમે. વારતામાં પરી ન હોય એનો અર્થ એ કહાની સૌને ગમે એવી નથી, એથી ન કહી. બીજો અર્થ એવો પણ નીકળે કે પરીકથા એટલે કે કાલ્પનિક કથાવસ્તુ, જેમાં વાસ્તવિકતાનું પ્રતિબિંબ ન હોય. જિંદગીની સચ્ચાઈ દર્શાવતી વાતો બીજાને ન કહી. મત્લાનો ધ્વનિ એ જ કે મારા દુઃખદર્દ મેં મારા સુધી જ સીમિત રાખ્યાં, અન્યોને ન કહ્યાં. આશા રાખું હવે સમજવામાં સરળતા થશે.

વાહ ..ગઝલ ગમી.
આપની કલમ હમેશા ગઝલ પ્રત્યે સભાન રીતે પ્રયત્નશીલ રહે છે.
અભિનંદન.

Reply

મત્લા સહિત આખી ગઝલ સુંદર.. ખૂબ ગમી. અભિનંદન.

ડૂબી ગયેલ શક્યતા પૂછી રહી મને,
રેખાઓ હાથની હજુ સરખી કરી નથી ?……

વાહ વાહ ….દક્ષેશભાઇ…. સુંદર

Reply

ક્યા કહી ???
વધુ એકવાર વાહ, વાહ!!!
………મારા જ ભાગ્યમા મારી કશે સહી નથી.

Reply

સરસ ….

Reply

દક્ષેશ,
તારી કવિતાને હવે ચાર ચાંદ લાગેલા અનુભવી રહી છું….
અમીતાનું પેંઈન્ટીંગ પણ ખુબ જ સરસ છે. અમીતાને પણ ધન્યવાદ.

Reply

Thank you Daxeshbhai, for publishing my painting with your beautiful poem, esp. loved the ending. Thanks to Ashaben also.

Reply

ચાતક ઘણો ઘાતક કરે છે વાર શબ્દોના
ક્યાંથી મળ્યું હૃદય ભરે દરબાર શબ્દોના.

Just Great all poems.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.