Press "Enter" to skip to content

ખુબ અઘરું લાગશે

સ્વપ્ન પણ ક્યારેક કડવું લાગશે,
એ હકીકતથી જો મળતું લાગશે.

આપ કહીને આપ જો બોલાવશો,
સાથ હોવાનુંય અળગું લાગશે.

પ્રેમ તો એવી બલા છે, દોસ્તો,
ડૂબવાની વાત તરવું લાગશે.

ટોચ પર પહોંચી જવાનો ફાયદો,
એક ચપટીમાં ઉતરવું લાગશે.

જિંદગીના ખેલને જોયા કરો,
અંતમાં સઘળુંય સરખું લાગશે.

આ ગઝલ લખવાનું કારણ એટલું,
શબ્દથી એને સ્પરશવું લાગશે.

લાગણીની વાત ‘ચાતક’ ના કરો,
જીવવાનું ખુબ અઘરું લાગશે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

  1. Pinky
    Pinky April 6, 2013

    ખૂબ જ સરસ ગઝલ ! અતિશય ગમી.

  2. Narendra Jagtap
    Narendra Jagtap February 11, 2013

    જિંદગીના ખેલને જોયા કરો,
    અંતમાં સઘળુંય સરખું લાગશે…..

    સરસ ગઝલ…. દરેક શેર સારા બન્યા છે….

  3. Pravin Shah
    Pravin Shah February 11, 2013

    સુંદર અભિવ્યક્તિ સભર મજાની ગઝલ !

  4. Anil Chavda
    Anil Chavda February 11, 2013

    જિંદગીના ખેલને જોયા કરો,
    અંતમાં સઘળુંય સરખું લાગશે.

    atchha hai daxeshbhai

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' February 10, 2013

    આ ગઝલ લખવાનું કારણ એટલું,
    શબ્દથી એને સ્પરશવું લાગશે.

    ખૂબ સુંદર અભિવ્યક્તિ…! મજાની ગઝલ…!!

  6. Pragnaju
    Pragnaju February 10, 2013

    સુંદર
    પ્રેમ તો એવી બલા છે, દોસ્તો,
    ડૂબવાની વાત તરવું લાગશે.
    વાહ

  7. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) February 10, 2013

    લાગણીની વાત ‘ચાતક’ ના કરો,
    જીવવાનું ખુબ અઘરું લાગશે….
    આપ કહીને આપ જો બોલાવશો,
    સાથ હોવાનુંય અળગું લાગશે…..
    ખુબ સુન્દર ગઝલ —દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

  8. Rina
    Rina February 10, 2013

    ટોચ પર પહોંચી જવાનો ફાયદો,
    એક ચપટીમાં ઉતરવું લાગશે.

    જિંદગીના ખેલને જોયા કરો,
    અંતમાં સઘળુંય સરખું લાગશે.
    Waahh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.