આપ છો એનો જ પ્રત્યાઘાત છે,
લાગણીઓ આમ તો આઝાદ છે.
શી રીતે ડૂબી જવાયું, ના પૂછો,
આંખમાં ખૂંપેલ દરિયા સાત છે.
મઘમઘે હર શ્વાસમાં એની મ્હેંક,
દોસ્ત, છો વીતી ગયેલી રાત છે.
એમની યાદો થઈ જ્યાં જ્યાં દફન,
એ અમારે મન હવેથી તાજ છે.
સુખનું સરનામું હજી મળતું નથી,
આંસુઓની એટલી ફરિયાદ છે.
પાનખરનાં પર્ણને લીલાં કરે,
સ્વપ્ન મારાં એટલાં રળિયાત છે.
મન ભરીને માણજે ‘ચાતક’ પવન,
એ પિયૂના વિસ્તરેલાં હાથ છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પાનખરનાં પર્ણને લીલાં કરે,
સ્વપ્ન મારાં એટલાં રળિયાત છે….વાહ સુન્દર સુન્દર્…!
પાનખરનાં પર્ણને લીલાં કરે,
સ્વપ્ન મારાં એટલાં રળિયાત છે.
સરસ ગઝલનો ગમી ગયેલો શેર
સુંદર ગઝલ થઈ છે દક્ષેશભાઈ…
તમે જ તમને ઓળંગીને આગળ જઈ રહ્યા છો… તમારી ગઝલનો પ્રવાહ તમને આગળ લઈ જાય છે… દરેક ગઝલમાં….
મજા પડે છે…
ગઝલ અને ચિત્ર બંને મનમોહક છે.
સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા
એમની યાદો થઈ જ્યાં જ્યાં દફન,
એ અમારે મન હવેથી તાજ છે.
સુખનું સરનામું હજી મળતું નથી,
આંસુઓની એટલી ફરિયાદ છે.
ચિત્ર પણ એટલું જ સ રસ
યાદ
ધોળી એવી એક ચાદર ઓઢવી
રાત કાળી કાંપતી સંતાડવા
પાણી માફક આંસુઓને ઢોળવું
યાદનું એકાંતને સંવેદના
પ્રેમની યાદો બધી લખવા ‘રસિક’
રક્ત શાહીમાં કલમને બોળવા
સુખનું સરનામું હજી મળતું નથી,
આંસુઓની એટલી ફરિયાદ છે.
પાનખરનાં પર્ણને લીલાં કરે,
સ્વપ્ન મારાં એટલાં રળિયાત છે.
Waaahhh
નખશિખ સુંદર ગઝલ. ખૂબ ગમી. અભિનંદન.
સુંદર ગઝલ ! બધા જ શેર ગમ્યા.
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સરસ ગઝલ.
દક્ષેશ,
તું ખુબ જ કમાલ લખે છે. તારી લાગણીઓનું આ કવિતા સ્વરૂપ મને ગમે છે. લખતો રહેજે. મજાનું જીવન જીવતો રહેજે. ફોન પર મળતો રહેજે.
Thanks for the lovely poem.