ઘાવ ભરતો હોય છે

સહુ વાચકમિત્રોને Merry Christmas !!
======================

જિંદગી નામે અજાયબ એક તખ્તો હોય છે,
આદમી જેની ઉપર દૃશ્યો ભજવતો હોય છે.

ક્યાં મળે મરજી મુજબ સૌને અભિનયની તકો ?
કોઈ છે, જે આપણી કિસ્મતને લખતો હોય છે.

એ ભલા ક્યાંથી તને ઉગારવાનો દુઃખમહીં,
ચંદ સિક્કાઓ વડે જે ખુદ પટતો હોય છે.

રાત-દિ જેને કપટ સાથે ઘરોબો, દોસ્તી,
એ ખુદાનું નામ હરહંમેશ રટતો હોય છે.

તું ભલે એને પકડવા દોટ મૂકે, ના મૂકે,
આ સમયનો હાથ લીસ્સો ને સરકતો હોય છે.

સૂર્યમુખી જોઈને વિસ્મિત થવાનું બે ઘડી,
સૂર્ય છોને આંગણે સહુનાય તપતો હોય છે.

હર મલમ માટે ખુદાની પાસ છે જખ્મો ભર્યા,
નાસમજ ‘ચાતક’ છતાંયે ઘાવ ભરતો હોય છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (15)

આ સમયનો હાથ લીસ્સો ને સરકતો હોય છે….વાહ સરસ છે ..

હર મલમ માટે ખુદાની પાસ છે જખ્મો ભર્યા,
નાસમજ ‘ચાતક’ છતાંયે ઘાવ ભરતો હોય છે…..!!

Reply

એ ભલા ક્યાંથી તને ઉગારવાનો દુઃખમહીં,
ચંદ સિક્કાઓ વડે જે ખુદ પટતો હોય છે…વાહ..!! દક્ષેશભાઇ ઉપરવાળાની પણ લઇ નાંખી..!!
સુંદર અભિવ્યક્તિઓથી ભરેલી મસ્ત ગઝલ..!!

Reply

તું ભલે એને પકડવા દોટ મૂકે, ના મૂકે,
આ સમયનો હાથ લીસ્સો ને સરકતો હોય છે.

હર મલમ માટે ખુદાની પાસ છે જખ્મો ભર્યા,
નાસમજ ‘ચાતક’ છતાંયે ઘાવ ભરતો હોય છે.

Waaahhh

Reply

Merry Christmas to you and family..:)

હર મલમ માટે ખુદાની પાસ છે જખ્મો ભર્યા,
નાસમજ ‘ચાતક’ છતાંયે ઘાવ ભરતો હોય છે.

વાહ
પણ કેટલીક વાર
મલમ લગાવવાને બદલે દુઝતા ઘા પર નમક છાંટી જાય ખુદા!
મલમ લગાવવાને બદલે ઘા દુઝતા કરી જાય છે ઓ! ખુદા
યાદ
कितने ज़ख़्म दिये हैं तूने
कितने ज़ख़्म सहे हैं मैंने
मैं जल्दी भूल जाना चाहता हूँ
बस
याद रखना चाहता हूँ
मरहम लगाने वालो को
क्योंकि
उन्हीं के सहारे
तो, जी रहा हूँ मैं.

ચંદ સિક્કાઓ વડે જે ખુદ પટતો હોય છે…..
વાહ !
મંદીરમાં સારી નજર દોડાવી.

વાહ દક્ષેશભાઈ

Reply

બહુ સરસ

Reply

આખી ગઝલ ગમી. સરસ

તું ભલે એને પકડવા દોટ મૂકે, ના મૂકે,
આ સમયનો હાથ લીસ્સો ને સરકતો હોય છે.

સરસ ફાઇન ગઝલ……

Reply

મસ્ત છે.

Reply

જીવનના અનુભવોનો નીચોડ આ ગઝલમાં છે.
ખુબ સરસ…

Reply

વાહ !! ખુબ સુંદર રચના!!
ચંદ સીક્કાઓ વડે જે ખુદ પટતો હોય છે………

Reply

મજાની ગઝલ!
સુધીર પટેલ.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.