જિંદગાની લખી છે


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આશા છે આપને પસંદ પડશે.

અમસ્તી લખી છે, અધૂરી લખી છે,
કલમથી અમે જિંદગાની લખી છે.

છે ઘેલું જગત, ને જુદાં એમાં હોવું
ગુનો છે, ગુનાની કહાની લખી છે.

પતંગાની પાંખો ને પ્રિતમની આંખો
નિખરતી ફુલોની જવાની લખી છે.

દિલાસાના દ્હાડા, મહોબ્બતની રાતો,
ઘડીઓ અમે ચંદ ફાની લખી છે.

તડપ, બેકરારી, ઝૂરાપો, ખુમારી,
ઘણી લાગણી બેજુબાની લખી છે.

તમારી આ આંખોમાં અશ્રુઓ શાને,
અમે તો અમારી કહાની લખી છે !

ભલે નામ આવે નહીં ક્યાંય ‘ચાતક’,
ગઝલ તો તમે પણ મઝાની લખી છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Responses to “જિંદગાની લખી છે”

  1. DR. Chandravadan Mistry Says:

    અમસ્તી લખી છે, અધૂરી લખી છે,
    કલમથી અમે જિંદગાની લખી છે……..આ હતી શરૂઆત !
    ભલે નામ આવે નહીં ક્યાંય ‘ચાતક’,
    ગઝલ તો તમે પણ મઝાની લખી છે……આ હતા અંતીમ શબ્દો !
    આ બે વચ્ચે બનેલી ગઝલ સુંદર છે !
    Daxesh…Nice one !….You did once visited my Blog…Inviting you again to read Post on MITRATA & others too. Will be happy to read your Comment !
    - Dr. Chandravadan Mistry (Chandrapukar)

  2. Saryu Parikh Says:

    બહુ સરસ મઝાની ગઝલ લખી છે!
    સરયૂ પરીખ
    http://www.saryu.wordpress.com

  3. દિનકર ભટ્ટ Says:

    ખુબ જ, ખુબ જ, અતિ સુંદર ગઝલ, લાગણીઓને ખુબજ સુંદર શબ્દોનો શણગાર આપ્યો છે.

  4. હેમંત પુણેકર Says:

    દક્ષેશભાઈ,

    સરસ ગઝલ થઈ છે! મને આ શેર ખાસ ગમ્યાં:

    તમારી આ આંખોમાં અશ્રુઓ શાને,
    અમે તો અમારી કહાની લખી છે!

    ભલે નામ આવે નહીં ક્યાંય ‘ચાતક’,
    ગઝલ તો તમે પણ મઝાની લખી છે.

    તડપ, બેકરારી, ઝૂરાપો, ખુમારી,…. વાળા શેરમાં જે ઊંચી અપેક્ષા નિર્માણ થાય છે એને “બેજુબાની” કાફિયા ન્યાય આપતો નથી એવું લાગ્યું તો વધુ સારા વિકલ્પ અંગે વિચારી શકાય!

    બાકી overall સરસ! અભિનંદન!

  5. વિવેક ટેલર Says:

    સુંદર રચના… મજા આવી…

  6. P Shah Says:

    તમારી આ આંખોમાં અશ્રુઓ શાને,
    અમે તો અમારી કહાની લખી છે !

    વાહ !

    સુંદર રચના !

  7. Dr Firdosh Dekhaiya Says:

    બધા ચાતકોની તૃષા તૃપ્ત થાયે
    ગઝલમાં મજાની રવાની લખી છે.

  8. Sneha Says:

    “તડપ, બેકરારી, ઝૂરાપો, ખુમારી,
    ઘણી લાગણી બેજુબાની લખી છે. ”

    બહુ સરસ રચના,ગઝલ થઈ છે…..

  9. Kirtikant Purohit Says:

    તડપ, બેકરારી, ઝૂરાપો, ખુમારી,
    ઘણી લાગણી બેજુબાની લખી છે.

    ઉપરના શેર સાથે ગઝલનું સમગ્ર ફોર્મેટ સરસ અંકાયું છે.

  10. Preetam Lakhlani Says:

    ઘણા વખત બાદ એક ગમતી ગઝલ વાંચી, સાચું કઉ તો આજે જિદગીમાં બીજી વાર ખુશ થયો, પ્રથમ વાર જયારે દેશમાંથી ઇમરજ્ન્સી જનતા સરકારે નાબુદ કરી ત્યારે અને આજે બીજી વાર ………..

  11. Pancham Shukla Says:

    લગાગા ના ૪ આવર્તનમાં ખૂબ કોમળ રીતે નિર્વેદને વણી લીધો છે. બધા શેર આસ્વાદ્ય થયા છે.

  12. Yatri Says:

    ભાઈ શ્રી ચાતક, આ તો તમે સંભળાવી જ નહી?
    બહોત ખૂબ! કલમથી કાચી કળીઓને (શબ્દની) કંડારવાની કળાને ક્યારેય કળ ના વળે! જેથી ગુજરાતી સાહિત્યને એક નવો ચાહનારો (ખરેખર ચાહનારો) મળે!

  13. Kanchankumari Parmar Says:

    વેડફ્યા નથી એકેય શબ્દો મારા …..શબ્દે શબ્દે પુરી જિંદગાની લખી છે.

  14. Jignesh Says:

    all i can say is very nice

  15. Nilesh k shah Says:

    saras majani ghazal che dakesh bhai

  16. Dr Bipin Contractor Says:

    વાહ દક્ષેશ ભાઈ! ગાલિબની જેમ તમારો પણ કંઈ અંદાઝે બયાં ઑર છે ને!

  17. Tadrash Shah Says:

    ખૂબ જ સુંદર……
    આ ગીત નો ઢાળ અને લય ઘણો સ્પર્શી ગયો..
    વિચારવા જઇએ તો મર્મ પણ છે…
    Congratulations…..

  18. Jayesh Says:

    Bas Zindgi Adhuri lkhi 6e………
    Hu to ahi bas Farva aavo to ne Zindgi ma ta je vo CHATAK Mali gyo Aemaj Zindgi ………

Leave a Reply