સજન મારી પ્રિતડી
ઘણાં ઘણાં વરસો પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ગુજરાતી ફિલ્મ જોયેલી જેમાં જીગર અને અમી (ફિલ્મના નાયક અને નાયિકા) ની જોડી બતાવવામાં આવી હતી. એ ફિલ્મનું નામ તો યાદ નથી પણ આ સુંદર ગીત યાદ રહી ગયેલું. મારી જેમ વાચકોને પણ એ ગમશે એવું માની આજે તેને પ્રસ્તુત કરું છું.
સ્વર : સુમન કલ્યાણપુર, મુકેશ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે પ્રણય કહાણી.
સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં,
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં,
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી… સજન મારી પ્રિતડી
જીગર ને અમીની આ તો રજની સુહાગી,
મળી રે જાણે સારસની જોડલી સોભાગી,
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી … સજન મારી પ્રિતડી
જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હૃદયની તેં તો વેદના ન જાણી …. સજન મારી પ્રિતડી
ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો,
મળશે જીગરને મીઠો અમીનો સહારો,
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી … સજન મારી પ્રિતડી
August 29th, 2008 at 6:51 pm
આ ગીત ઘણું સરસ છે. સાંભળીને ઘણો આનંદ થયો.
September 2nd, 2008 at 2:06 pm
“જિગર અને અમિ” ફિલ્મ નુ નામ
September 3rd, 2008 at 11:35 am
વીતેલા દીવસની યાદ તાજી કરી તેબદલ આbhaર
September 3rd, 2008 at 9:54 pm
દરેક શબ્દમાં દર્દ છલકાય છે. ઝંખતા જીવોની લગની નથી રે અજાણી …
મજા આવી ગઇ
September 8th, 2008 at 11:55 am
આ. મીતિક્ષાબેન,
“કસુંમ્બલ નો રંગ” શક્ય હોય તો વેબસાઈટ પર મુકજો. આભાર. નવનીત પરમાર.
October 4th, 2008 at 2:25 am
I think all Geets should published in CD with maximum Geets
& will have a big market across the word .Gujarati spread all over
October 21st, 2008 at 2:32 am
ખરેખર બ્રિલિયન્ટ સોન્ગ. I was looking for this song from last five six years. i just wanna listen it. આભાર.
October 22nd, 2008 at 8:21 pm
બહુ જ સુન્દર. Excellent.