[Painting by Donald Zolan]
*
આંખથી આંસુને મોઘમ રાખવાનું હોય છે,
લાગણીને તે છતાં રૂપ આપવાનું હોય છે.
ભેજ નહીં, ખારાશ, બસ ખારાશ હો એવી રીતે,
પારકી પીડાનું આંસુ ચાખવાનું હોય છે.
ને ખરીદી હો પ્રતીક્ષા ખુબ ઊંચા દામથી,
વેચનારાથી જ એ છુપાવવાનું હોય છે.
એજ કારણથી હવે અખબાર હું જોતો નથી,
જે કદી ધાર્યું ન’તું એ માનવાનું હોય છે.
હોય છે ‘ચાતક’ સમયને આવવાનો પણ સમય,
જિંદગીને એટલું સમજાવવાનું હોય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
3 Comments