આજે શોભિતભાઈની એક મજાની ગઝલ. સમય આગળ નીકળી જાય છે પણ ક્યારેક સ્મૃતિઓ મનને એવી રીતે ઝંઝોળે છે કે આપણે એમાં ખોવાઈને ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. એ સોનેરી સંબંધો, એ નાની નાની યાદો મનને ઘેરી વળે છે. ચણાયા કાકલૂદી પર .. એમાં ગઝલ શિખર પર હોય એમ લાગે છે. તો માણો આ સુંદર રચનાને.
મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા
દીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
– શોભિત દેસાઈ
ખુબ જ સરસ કવિતા છે. ઘણા સમય પહેલા આ કાવ્ય નો અંગ્રેજી અનુવાદ લખેલો હતો. અહીં રજુ કરું છું. પ્રતિસાદ આવકાર્ય છે.
Meeting myself, I am still standing there
wet drenched in rain, I am still standing there
Broken remainder of our relations
chewing them like a child I am still standing there
Episodes of shivering flames came up on entreaty,
burning like lamp, I am still standing there
I could see you ahead and ahead continuously or,
deranged in my efforts, I am still standing there
The people of city are like wax statue,
and melting in them, I am still standing there
સરસ ગઝલ..
શોભિતભાઇના સ્વમુખે સાંભળી હોવાનું યાદ છે
ખુબ સરસ ગઝલ.
ચણાયા કાકલૂદી પર…શોભિતભાઈ સાથે ઘણા મુશાઈરામાં સાથે હોવાની યાદ આવે છે.