Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. Gujaratilexicon
    Gujaratilexicon January 9, 2015

    આદરણીય શ્રી,
    જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
    ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક,જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
    વિગતો :
    તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
    સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
    સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
    આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

    નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

  2. M. D. Gandhi, U.S.A.
    M. D. Gandhi, U.S.A. January 8, 2015

    ગુગલ ઉપર “ગુજરાતી ગીતો”ની વેબસાઈટો ઉપર “ગુજરાતી ગીતો’ ફંફોસતા આજે તમારી આ વેબસાઈટની મુલાકાત અનાયાસે થઈ ગઈ. બહુ સુંદર રચનાઓ છે. હજી થોડીજ વાંચી-સાંભળી છે, ઘણી બધી વાંચવાની ને સાંભળવાની પણ બાકી છે….
    Mansukhlal Gandhi
    Los Angeles, CA
    U.S.A.

  3. Dharmendrasinh Chudasama, Bhavnagar
    Dharmendrasinh Chudasama, Bhavnagar December 11, 2014

    આપની વેબસાઈટ જોઈને ખુબ જ આનંદ થયો, મને લાગે છે કે આવનારી નવી પેઢી ખુબ જ ભાગ્યશાળી હશે કે જે લોકોને નેટના માધ્યમથી આસાનીથી ગુજરાતી સાહિત્ય મળી રહેશે.

  4. જીવનની ક્ષણભંગુરતાથી જીવનને લયબદ્ધતા સુધી લઇ જનારી …ક્ષણને ખુલીને જીવતા રાખવાની કળા સહજતાથી દોરતી તમારી યાત્રામાં સહપ્રવાસી મોડી થઇ પણ હવે મોળી નહિ પડું .

  5. Bhavesh Mehta
    Bhavesh Mehta October 9, 2014

    આજે આ વેબસાઈટ જોવાનો મોકો મળ્યો. બહુ આનંદ થયો. વેબસાઈટ ખૂબ ગમી. અભિનંદન… અનુક્રમણિકામાં/પેજમાં છંદ, દોહા અને સાખી નો સમાવેશ કરશો તેવી અપેક્ષા સહ….ડૉ. ભાવેશ મહેતા

  6. Rahul Prajapati
    Rahul Prajapati August 25, 2014

    ખુબ જ સુંદર રચનાઓ વાંચવા મળી, અવિશ્વશનીય – અવર્ણનીય બ્લોગ, ગુજરાતી સાહિત્ય ને જે રીતે માન આપવામાં આવ્યું છે તે દાદ દેવા લાયક છે, પ્રથમ વખત ની મૂલાકાત મા જ મન પ્રફુલ્લિત થઇ ગયું. હવે અવાર નવાર હેન્ડશેક કરતા રહીશું.

  7. Hens
    Hens August 16, 2014

    Nice job done. Very good site for Gujarati. Please add all type of Garba Lyrics if possible.

  8. Devesh Dave
    Devesh Dave August 14, 2014

    Dear Daxeshbhai,
    JKMaa. today i knew a story behind mitixa.com creation and about Mitixaben. Congrates for such beautiful creation for our Gujarati culture.
    Devesh Dave

  9. Sangita Desai
    Sangita Desai March 11, 2014

    મીતિક્ષાબેન,
    આપનો આભાર માનું તેટલો ઓછો પડે. અતિ સુંદર .. ગુજરાતી ભાષાની સેવા કરી છે. પુણ્યનું કામ કર્યું છે. વંદન.

  10. Kishore Patel (Canada)
    Kishore Patel (Canada) February 1, 2014

    દક્ષેશભાઈ – મીતિક્ષાબેન,

    મીતિક્ષા.કોમ વેબસાઈટની ખબર હતી. બે ત્રણ વાર ઉપર ઉપરથી જોઈ હતી. આજે શાંતિથી ધ્યાનપૂર્વક જોવાનો મોકો મળ્યો. બહુ આનંદ થયો. વેબસાઈટ ખૂબ ગમી. દક્ષેશભાઈ, તમારી ગઝલોના ઘણાં શેર અર્થસભર, ગંભીર ઊંડાણવાળા, તેમજ નવા કલ્પનો લઈને અભિવ્યક્ત થયા છે. અભિનંદન.
    બ્લોગ ઉપર ‘Like’ બટન જોવામાં આવ્યું નહીં. કોઈ કારણ હશે!

    કિશોર પટેલ

  11. Dr.Vidhi Patel
    Dr.Vidhi Patel December 17, 2013

    hey daxesh i would like to knw how u write in meter. in hindi. i know little bit of meter in gujrati but what about hindi? please guide.
    and ya loved this site…

  12. અમૃતલાલ પંચમતિયા
    અમૃતલાલ પંચમતિયા July 5, 2013

    આ ગાગરમાં સાગર સમાન છે. જેટલો ઊંડો ઊતર્યો પણ તાગ જ ના આવ્યો! દિલ ખુશ થઇ ગયું.
    આ ઉપરાંત આંગળી ચીંધવાના પુણ્ય જેવું બધાં ગુજરાતી સમાચારપત્રો ત્થા સરસ વેબસાઈટસ/બ્લોગ્સ પણ ઉપરીયામણમાં !!!
    ખુબ ખુબ આભાર દિયર-ભોજાઈને !!!!!

  13. Anshu Parekh
    Anshu Parekh January 15, 2013

    તમારી આ વેબસાઈટ ખુબ જ સરસ છે પણ આમાં ધુની માંડલિયા સાહેબનું ઘણું સાહિત્ય નથી. તો એમની બધી ગઝલ મુકવા વિનંતી કરું છું.

  14. Haresh Jatakia
    Haresh Jatakia June 11, 2012

    મિતિક્ષા બહેન, ખરેખર ધન્યવાદ, આપની સાઈટ ખુબજ ઉપયોગી બની રહે છે..

  15. Mitixa Patel
    Mitixa Patel February 23, 2012

    hi, First of all thanks a lot for such a great blog….i love all the post n been adding these post to my collection. Keep it up. One thing I wanted to request to you Mitixaben is my name is also mitixa and all these 26 years i been searching the meaning of “Mitixa” so if you have known meaning of our name Mitixa then please share with me. It means a lot to me. Wish you a best wishes for your work and many congratulations for your wonderful work.
    Thanks
    Mitixa Patel

  16. Amita thaker
    Amita thaker January 21, 2012

    first of all i want to say u thanks . great !!!!!!!
    first time i can able find out so reach information available on Gujarati blog. long time i am looking for famous bhajan and gazal. most of them i got from ur collection. once again thanks.

    amita

  17. Harshad Dave
    Harshad Dave August 28, 2011

    આપની રચનાઓ ગમી. ઘણી સારી છે. આ સાઈટ પણ બહુ જ સરસ છે. તમારાં પ્રયાસો પ્રશંશનીય છે. આભાર. …હર્ષદ દવે.

  18. Bhupendra
    Bhupendra July 17, 2011

    મન મોર બની થનગાટ કરે…..
    ગુજરાતી સાહિત્યનું નવું સરનામુ વાચી ને…..

  19. Harsha Juthani
    Harsha Juthani July 16, 2011

    Dear Mitixaben,
    I am hoping to see Aandhdi ma no kagal and dekhta deekra no jawab soon on this website. Meanwhile thought about another poem – Junu to thayu re deval junu to thayu maro hanslo nano ne deval junu to thayu. You are doing an amazing job!!!!!!

  20. Ramesh Patel
    Ramesh Patel May 28, 2011

    સાહિત્યની સૌરભ જીવન અને કવન બંનેમાં છલકે છે. ખૂબખૂબ અભિનંદન શ્રી દક્ષેશભાઈ અને અમીબેન.
    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply to Devesh Dave Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.