Archive for the 'જગદીશ જોષી' Category

મને એકલા મળો

Monday, October 27th, 2008

તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં ઉન્હા ઉજાગરાની પ્યાસ. આંખો મીંચાય, પછી શમણું ઊગે એ તો નીંદરમાં બાવળની શૂળ; ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં વાયદાના ભાંગેલા પુલ : એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ કે તમે મળવામાં આટલા ઉદાસ ! ધોધમાર [...]

ઉછીનું સુખ

Saturday, August 2nd, 2008

[ દરેક વ્યક્તિને સુખની તલાશ છે. જેને સુખ મળ્યું છે તેવો માનવી પણ એનાથી કદી ધરાતો નથી તો પછી જેના નસીબમાં અભાવો, વ્યથા અને તરસ જ લખી છે એની વાત શું કરવી ? અહીં કવિ એવા જ આમ આદમીની વાત કરે છે. બાવળની ડાળ, રેતાળ સંબધો, હરણાંની પ્યાસ અને ધૂળના વાદળ ... રૂપકો એટલા તો હૃદયસ્પર્શી છે કે [...]

ધારો કે એક સાંજ

Thursday, July 17th, 2008

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું? ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું ? માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં પણ બળબળતી રેખાનું શું? આકાશે આમ કયાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું પણ મૂંગી આ [...]

ખોબો ભરીને

Sunday, June 29th, 2008

સ્વર : નિરુપમા શેઠ દરેકને એવો અનુભવ હશે કે જ્યારે આપણે બહુ આનંદમાં હોઈએ ત્યારે કંઈકને કંઈક એવું બને કે આનંદમાં ભંગ પડે. ક્યારેક એવું થાય કે એવું કંઈ ન બને પણ મનને એવું થશે એવો ભય સતાવ્યા કરે. આ ગીતની પ્રથમ બે પંક્તિઓ મને બહુ જ પ્રિય છે. ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે [...]