Archive for January, 2009

નથી ગમતું

Wednesday, January 21st, 2009

આજે માણીએ ખુમારી, ઝિંદાદીલી અને ટટ્ટારી વ્યક્ત કરતી આ સુંદર ગઝલ. પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું, તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું. જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે, ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું. અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું. હુંફાળી હુંફ [...]

એકબીજાના હતા

Tuesday, January 20th, 2009

પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી આદિલ મન્સૂરીની રચના. [સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ] કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા. મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગતે, રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા. આપને એ યાદ આવે તો મને યાદ આપજો, મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા. કેટલું [...]

શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો

Monday, January 19th, 2009

સદીઓથી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ક્યારેક જગદગુરુ બનીને, ક્યારેક કંસ જેવા પાપીઓનો સંહાર કરીને, ક્યારેક રાધાના શ્યામ બનીને કે ક્યારેક સુદામાના મિત્ર બનીને પ્રેરણા ધરતા આવ્યા છે. સમય બદલાયો છે તેથી ભગવાન કૃષ્ણને યાદ કરવાના, પોકારવાના કે તેમની સાથે વાતચીત કરવાના માધ્યમમાં પરિવર્તન આવ્યું હશે પણ વાતોનો ભાવાર્થ અને પ્રાર્થનાની અનુભૂતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. SMSના [...]

આપણા બેના મનમાં

Sunday, January 18th, 2009

પ્રેમની વાત અનોખી છે. પ્રેમ કોઈ ઉંમરનો, નાત-જાત કે કોઈ ધર્મનો મોહતાજ નથી હોતો. નથી એને મૌસમ સાથે કોઈ લેવા દેવા. કારણ પ્રેમ પોતે જ એક મૌસમ થઈને આવે છે. પ્રેમમાં પડેલાઓને એ ફિકર નથી હોતી કે લોકો શું કહેશે. પ્રેમની દિવાનગી અને ગહેરાઈ દર્શાવતી આ સુંદર ગઝલ આજે સાંભળીએ. [સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: અભિષેક] [...]

પંખી

Saturday, January 17th, 2009

આજે રાવજી પટેલની એક સુંદર રચના જેમાં એક પંખીની વાત કરી છે. પરંતુ આ બે પાંખ અને બે આંખવાળું સામાન્ય પંખી નથી પરંતુ મારા ને તમારા વિચારોના વૃક્ષમાં અટવાતા, પ્રિયજનના ચહેરા પર મલકાતાં તથા રાત વેરણ બની જતાં મનના આંબાની ડાળે ટહુકાતા મનપંખીની વાત છે. અંતિમ પંક્તિમાં શ્વાસોની આવનજાવનને પંખીની સજીવતા સાથે સરખાવી કવિએ જીવંતતાનો [...]