આંસુઓ પીવાય છે


દુષ્કાળપિડીત માનવીઓની વ્યથા આલેખતી ગઝલ….

એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.

રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
ને હરણ થઈ જીંદગી જીવાય છે.

રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.

તું લખે છે હસ્તરેખામાં ગઝલ,
ને અમારી પાંપણો ભીંજાય છે.

આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે,
જે નિરાશાઓ વડે ચીરાય છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

19 Responses to “આંસુઓ પીવાય છે”

  1. Himanshu Patel Says:

    વ્યથાનું આલેખન સરળ અને લાગણીઓના ઉભરા વગર થયું છે તેથી વાંચવાનું ગમ્યું.
    રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
    રોજ મનની માછલી વીંધાય છે.

  2. Pancham Shukla Says:

    સરસ ગઝલ. છંદ, બંધારણ અને રજૂઆત – બધા માટે અભિનંદન.

    રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
    રોજ મનની માછલી વીંધાય છે.

  3. ડૉ. મહેશ રાવલ Says:

    અભિનંદન મિત્ર!
    સરસ ગઝલ થઈ છે.

  4. Sudhir Patel Says:

    પ્યાસની અનુભૂતિ કરાવતી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. Sapana Says:

    રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
    ને હરણ થઈ જીંદગી જીવાય છે.
    આખી ગઝલના શેર સરસ છે આ પંકતિઓ વિષેશ ગમી.
    સપના

  6. Marmi Kavi Says:

    રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
    રોજ મનની માછલી વીંધાય છે……સરસ શેઅર ……અભિનન્દન…

  7. Ashish Joshi Says:

    લાજવાબ કલમ ચાલે છે ચાતકની.
    હવે તો એને પુસ્તક સ્વરુપે બહાર આવવુ જ જોઈએ.
    તમારા દરેક વિચારો વીંધાય છે.

  8. pragnaju Says:

    સરસ ગઝલ
    એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
    જળ નહીં તો આંસુઓ પીવાય છે.

    રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
    ને હરણ થઈ જીંદગી જીવાય છે.
    આંસુઓ દિલની ભીનાશની અભિવ્યકિત છે

  9. Heena Parekh Says:

    રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
    રોજ મનની માછલી વીંધાય છે..
    લાજવાબ શેર.

  10. Kanchankumari. P. Parmar Says:

    આંસુઓ ના જળથી ઠાર હવે; ચિતા નો અગ્નિ હજુએ લાલ છે…..

  11. Gaurang Thaker Says:

    વાહ સરસ ગઝલ ….

  12. P Shah Says:

    સરસ ગઝલ થઈ છે.
    નખશિખ સુંદર રચના !
    અભિનંદન !

  13. Kirtikant Purohit Says:

    રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
    રોજ મનની માછલી વીંધાય છે.

    આ શેરથી આખી ગઝલ ઉઠાવ પામી છે. બહુજ સરસ રચના.

  14. Shaunak Pandya Says:

    સુન્દર…………………….
    એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
    જળ નહીં તો આંસુઓ પીવાય છે.

  15. Dr P A Mevada Says:

    તમારી ગઝલ સંવેદનાથી ભરપુર મઝા કરાવી ગઈ. અભિનંદન!
    “સાજ” મેવાડા

  16. Narendra Jagtap Says:

    બહોત ખુબ…વાહ વાહ ફાઇન ગઝલ…બધા જ શેર સરસ થયા છે

  17. Manvant Patel Says:

    મનની વ્યથા સરસ શબ્દોમાં રજૂ થઇ છે !

  18. "માનવ" Says:

    સરસ છે.

  19. Atul Says:

    આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે,
    જે નિરાશાઓ વડે ચીરાય છે.

    કદાચ આવી સુન્દર રચનાઓ કરાવવાની હશે એટલે જ ઉપરવાળો નિરાશાઓ મોકલતો હશે ને????

Leave a Reply