Press "Enter" to skip to content

પ્રાણવાયુ મેળવી લઉં છું


(તસવીર – નિસર્ગના ખોળે, દલાઈ લામાના નિવાસસ્થાન મેક્લીયોડગંજની પાસે આવેલ ભાગસુનાગ ગામથી ઉપર પર્વતીય આરોહણ દરમ્યાન, હિમાચલ પ્રદેશ, એપ્રિલ 2010)

તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,
પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.

ફરી કિલ્લોલતાં ટોળે વળે છે શ્વાસના પંખી,
જીવનને આંગણેથી જિંદગાની સેરવી દઉં છું.

તમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,
મઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.

તમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,
છતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું.

પ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,
સમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

  1. Dr Bipin Contractor
    Dr Bipin Contractor September 1, 2010

    પ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,
    સમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.
    વાહ ચાતક ! ખૂબ સુંદર !

  2. Narendra Jagtap
    Narendra Jagtap September 1, 2010

    તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,
    પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું…….. ખુબ જ સરસ મત્લા… જો કે આખી ગઝલ સરસ છે… અભિનંદન

  3. Pancham Shukla
    Pancham Shukla September 1, 2010

    નિસર્ગના ખોળે ઉદ્ભવેલી સંવેદના સુંદર ગઝલ જ નહિ સુંદર કવિતામાં પણ પરિણમે છે.

  4. Dilip
    Dilip September 2, 2010

    તમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,
    મઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.

    વાહ ખુબ સુંદર ગઝલ લૈ આવ્યા હંમેશની જેમ જ.

  5. Pragnaju
    Pragnaju September 2, 2010

    તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,
    પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.
    સરસ
    અને યાદ
    દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
    ઊંચે આભમાં ચંદ્રને જોયો ને તમારી યાદ આવી.
    ગગનનો પૂર્વ પ્રદેશ ઝળક્યો અને
    ધુમ્મસ ભરી સવાર આવી

  6. Himanshu Patel
    Himanshu Patel September 2, 2010

    નિતાંત નિસર્ગને ખોળે પાંગરેલી ગઝલ,
    તમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,
    છતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું………..સરસ.

  7. sapana
    sapana September 2, 2010

    તમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,
    મઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.

    વાહ ક્યા બાત હૈ? ખૂબ સુંદર! આખી ગઝલ સરસ બની!
    સપના

  8. P Shah
    P Shah September 2, 2010

    તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું…

    નિસર્ગના સાંનિધ્યમાં પાંગરેલ એક સુંદર કવિતા

  9. Atul
    Atul September 4, 2010

    તમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,
    છતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું

    પ્રભુની યાદ અને દર્શન સર્વ વસ્તુઓમાં જોવાની ટેવમાંથી આટલી સુન્દર ગઝલની રચના થઈ લાગે છે. ધન્ય છે તમારી પ્રભુ ભક્તિને!!!

  10. Usha
    Usha September 5, 2010

    Hello Dakeshesh bhai,
    આટલુ સુન્દર કાવ્ય. ખૂબ ગમ્યું.
    Your poems are really very nice, touchy and meaningful… I enjoy them the most.
    Sometime back I had read a poem which was Son’s reply to a blind mother’s letter. Blind mother’s letter is a famous song since many years… but the reply to it was recently put up and it was equally touchy. Can you please put it again on your site?? thanks.

  11. Heena Parekh
    Heena Parekh September 6, 2010

    તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,
    પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું
    સરસ રજૂઆત.

  12. Sudhir Patel
    Sudhir Patel September 7, 2010

    પ્રાણવાયુ પૂરો પાડે એવી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  13. દિનકર ભટ્ટ
    દિનકર ભટ્ટ September 7, 2010

    પ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,
    સમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.

    સુંદર દક્ષેશ ભાઇ, બહુ જ સુંદર.

  14. Bharat
    Bharat November 30, 2010

    તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,
    પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.
    ક્યા બાત … ક્યા બાત … ક્યા બાત …
    પણ
    યાદમાંથી પ્રાણવાયુ મેળવી ને સુગંધ ફૂલોની ભેળવ્યા પછી શું નિર્માણ થાય છે એ તો જરા કહો…..
    – ભરત ચુડાસમા (માંડવી- કચ્છ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.