પંખીડાને આ પીંજરુ

05.jpg
જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગે છે. આ ગીતમાં એ બખૂબીથી વર્ણવેલું છે. મૂકેશના કંઠે ગવાયેલ આ ગીત દરેક ગુજરાતીએ ક્યારેક ને ક્યારેક ગણગણ્યું હશે. ચાલો માણીએ અવિનાશભાઈની અમર કૃતિ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

- અવિનાશ વ્યાસ

13 Responses to “પંખીડાને આ પીંજરુ”

  1. Anil Says:

    This is my favorite Gujarati Geet.
    A unique Vichaar and Great work Daxeshbhai!! You have done great service to our Matrubhasha and thereby have made your Bhabhi immortal as well!
    Thank you.
    Anil
    FYI July 1st is Canada birthday too! So Mitixaben’s birthday can never be forgotten.

  2. Mahalata Says:

    ખૂબ જ સરસ.
    આ ગીત મારા સ્વર્ગસ્થ ભાઈને ખૂબ જ ગમતું.
    એને સાંભળતાં જ ભાઈની યાદ તાજી થઈ જાય છે.

  3. Shreyas Shah Says:

    Very nice web site and good links to Gujarati songs… Keep up the good work

  4. digant chauhan Says:

    i thankfull to everyone to create this site its amazing website. i listening song, gazals here. Pankhida ne aa pinjaroo i can’t listening that song before many years. My name is Digant and i am Amdavadi right now i am live in Australia.
    thanks again
    Digant

  5. br Says:

    A wonderful song by mukesh is: ‘Mane Yaad Phari Phari Aawe.’
    I wish you can place the song on the site. It would be worth the effort to locate the song which has excellent lyric and heart touching tune.
    Thanks.

  6. navnit parmar Says:

    આ. મીતિક્ષાબેન,
    સ્વ. મુકેશજી ના કંઠે ગવાયેલું આ સરસ ગીત સાંભળી ખુબ આનંદ થયો. આ ગીત મારા ફેમીલી નું અતિ પ્રિય છે. વારંવાર સાંભળીએ છીએ.
    આભાર
    નવનીત પરમાર.

  7. Dr.Hitesh CHauhan Says:

    અમીબેન અને દક્ષેશભાઈ આ ગીતમાં આ કડી સાંભળ્યાનું યાદ છે તો આ ગીત પૂરુ મૂકવા વિનંતી છે.

    માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
    આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત

    ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
    બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

    [post is updated. Thanks - admin]

  8. Jatin shah Says:

    ગુજરાતી આ ગીત ન ગુનગુનાવે તો એ ગુજરાતી શાનો. મુકેશભાઇ તમે અમર છો.

  9. Daulatsinh gadhvi Says:

    બહુ સરસ આવા ગીતો ગુજરાતી ભાષાનું ઘરેણું રહેશે….
    one of the best song ever remebared. thanks.

  10. Sejal Shah Says:

    ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
    અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
    અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
    બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

    Wonderful song in the voice of the great Mukesh

  11. Pradip Says:

    આ કવિતા મારા જીવનને આધારિત છે………..

  12. Bela Says:

    Thanks for this song

  13. Bela Says:

    please aa geet complete karo.

Leave a Reply