શુભ દિપાવલી

પ્રિય વાચકમિત્રો,
સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે …
આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે
દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં
પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા.

આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે
કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ,
કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ …
કોઈને જીવનઆંગણે મધુર રંગોલી કરી શકીએ …
ફટાકડાનાં શોરમાં દીનદુઃખીયાનો આર્તનાદ ભૂલી ન જઈએ..
ઈશ્વરે આપણને જે આપ્યું હોય તેમાંથી થોડું બીજાને વહેંચીએ …
અને આવું એક દિવસ જ નહીં, આવનાર પ્રત્યેક દિવસે કરીએ
પ્રત્યેક પળને ઉલ્લાસથી વધાવીએ
અને નિત્યનવા ઉત્સાહ અને ઉમંગથી જીવનનો ઉત્સવ ઉજવીએ.

અંતે મારી પ્રિય પંક્તિઓથી સમાપન કરું …

એક બીડું છે હૃદય ! ચાલ ઉઠાવી લઈએ,
ઈશ પાસેથી જગત આખું પડાવી લઈએ

આ છે ઈર્ષ્યા અને અદેખાઈના દવની દુનિયા
શક્ય હોય ત્યાંથી મહોબ્બતને બચાવી લઈએ.

ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ.

– મીતિક્ષા.કોમ પરિવાર
[ હરીશભાઈ, મહાલતાબેન, દક્ષેશભાઈ, અતુલભાઈ, મીતિક્ષાબેન, પ્રીતિબેન, નિતીનભાઈ, પૂજા, વેદ, આકાશ અને અવની ]

COMMENTS (19)
Reply

દિવાળીની શુભેચ્છાઓ. આપ ગુજરાતી ભાષાના આ દિપકો સતત પ્રકાશવંત રાખો એવી મંગલકામના.

શુભ દિપાવલી
નુતન વર્ષ અભિનંદન…!

આ વેબસાઈટના સૌ સર્જકો અને પ્રિય મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

“ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ.”

ખૂબ ખૂબ સુંદર ગઝલ, પ્રાર્થના, આરતી, ભજન, સ્તોત્ર, ગીત, દેશભક્તિ ગીત, રાસ-ગરબા, સાંભળીને આનંદ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ.

દિવાળીની શુભકામનાઓ !
ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ…. સાચી વાત કહી.
આભર !

Reply

દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
આ જે સં ત વા ણી
તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
*http://niravrave.wordpress.com/

Reply

આપના સમગ્ર પરિવારને તેમજ સર્વે વાંચકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છઓ. નૂતન વર્ષાભિનંદન.

Reply

સૌ મિત્રોને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન!
સુધીર પટેલ.

શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન!
આ વેબસાઇટ દ્વારા ગુજરાતી સાહિત્યની સતત સેવા થતી રહે અને ઠેર ઠેર રહેતાં ગુજુઓ એને મા’ણ્યા કરે એવી શુભ ભાવના અને શુભ કામના.
-ડૉ.બિપિનચંદ્ર કૉન્ટ્રાકટર

Reply

Dear Daxeshbhai,
happy Diwali from all of us.
You are doing a very good work to serve our Gujarati bhasha.
very rich Gujarati reading material. I enjoy the poems/ bhajans and Gujarati sugam sangeet.
keep it up . We wish your web site becomes the top line web site for Gujarati sahitya. good luck
we also wish a very happy new year to you and you family here and in India.
– saudamini and Sanat

Happy Diwali & Prosperous New Year.

Reply

તમને પણ દિવાળીની શુભકામનાઓ….
– હેમન્ત પટેલ

Reply

Wishing happy diwali & prosperous new year.
_raj

Reply

જય કૃપાળુ મા.
પૂજ્ય મા તથા પૂજ્ય ગુરુદેવ આપણને સૌને ખુબ ખુબ આશીર્વાદ આપે કે , આપણે સૌ સાચા સાધક બનીએ. શુભ દિવાપાવલિ……..
મીના,પ્રકાશ તથા અંકુર ….

1 2

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.