Archive for November, 2008

એક નિશાની

Monday, November 10th, 2008

  વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી મેં એક નિશાની માંગી અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી, મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી… મેં એક નિશાની માંગી… મેં કરી વિનંતી કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો, બાળક મનને રમવા માટે એક રમકડું આપો; ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો, [...]

મીનાબજારે ઊભો છું

Sunday, November 9th, 2008

ટોચ પર પહોંચવાનું જેટલું અઘરું હોય છે તેનાથી પણ વધુ અઘરું ટોચ પર ટકી રહેવાનું હોય છે. ટોચ પર પહોંચ્યા પછીની એ જાગૃતિ છેલ્લી પંક્તિમાં ઝળકે છે. સાંભળો અમૃત ઘાયલની એક યાદગાર રચના મનહર ઉધાસના સ્વરમાં. કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું આ [...]

આદિલ મન્સૂરી

Saturday, November 8th, 2008

લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર [...]

કહું છું જવાનીને

Friday, November 7th, 2008

ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. [...]

કાયરો માટે નથી

Thursday, November 6th, 2008

આજે શૂન્ય પાલનપુરીની એક ઈનામ વિજેતા કૃતિ. ભારત પર પાકિસ્તાને જ્યારે આક્રમણ કરેલું ત્યારે તેમણે રચેલી આ રચના ગુજરાતી ભાષાના જૂજ શૌર્યગીતોમાં ચમકે છે. ભલે આજકાલ યુદ્ધ બહારથી દેખાતું નથી પણ અંદરથી તો એવું જ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને સ્વાર્થનું રાજકારણ દેશને ખલાસ કરી રહ્યું છે ત્યારે કોઈ આ વાંચીને પોતાના દર્પણમાં ઝાંખશે [...]