Archive for September, 2008

બરબાદ કર

Saturday, September 20th, 2008

ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર, છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર. આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર, રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર. પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ? એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર. દુઃખની વચ્ચે જીવવાની એ [...]

પ્રિય પપ્પા … તમારા વગર

Friday, September 19th, 2008

માતાના મહિમા વિશે કવિઓએ લખવામાં પાછું વાળીને જોયું નથી પરંતુ પિતા કે પપ્પા માટે કદાચ એટલું નથી લખાયું. પિતાના ચાલ્યા ગયા પછી પુત્રીને કેવી ખોટ અનુભવાતી હશે, પિતાનું દરિયા સમ વ્હાલ પામીને વ્હાલનો દરિયો બનેલ પુત્રી કેવો ખાલીપો અનુભવતી હશે, તે ભાવજગતની ઝાંખી કરાવતું આ ગીત અગણિત વાર સાંભળ્યું છે, પરંતુ દરેક વખતે પાંપણો ભીંજાય [...]

ક્યારે આવશો ?

Thursday, September 18th, 2008

જ્યારે પ્રિયને મળવા માટે આંખો તરસતી હોય ત્યારે પ્રેમીના દિલના જે હાલ હોય તેને આ ગઝલમાં બખૂબીથી વ્યક્ત કરાયા છે. માણો વિરહની વ્યથાને વ્યક્ત કરતી શૂન્યની સુંદર ગઝલ. તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ? મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ? એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે, એક જ મિલન કહી દો [...]

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

Wednesday, September 17th, 2008

પુષ્ટિમાર્ગી વૈષ્ણવોનું સૌથી મનગમતું ગીત …જે એટલું સુંદર અને મધુર છે કે કોઈને પણ વારંવાર સાંભળવું ગમે. ગીત સાંભળી નાથદ્વારામાં દર્શન કરેલ શ્રીનાથજીની મૂર્તિ મન સામે ખડી થઈ જાય છે. માણો ભક્તિરસમાં તરબોળ કરતું આ પદ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા [...]

અસહ્ય વેદના

Tuesday, September 16th, 2008

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે, જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે. આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું, આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે. ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ, જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે. રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ, સગપણની આ ક્ષણોય [...]