પ્રેમરોગીની મુસીબત
શ્વાસમાં માળો કરીને એક પંખી ગાય છે,
રક્ત, હૈયે ને રગેરગ એ સૂરો રેલાય છે.
આંખની ખામોશ ભાષા ભાવ દિલના ગણગણે,
લાગણીની વારતા ક્યાં કોઈને કહેવાય છે.
થોકબંધી સ્વપ્ન, સાચાં જે કદી ના થઈ શકે,
એ ખરલની જેમ મનમાંહી સતત ઘૂંટાય છે.
પ્રેમના જેવી કરામત ના મળે દુનિયામહીં,
જ્યાં અલગ હોવા છતાંયે સહજીવન જીવાય છે.
પ્રેમરોગીની મુસીબત કેટલી સંગીન છે !
દર્દ જ્યાં ‘ચાતક’ દવાની સાથમાં પીવાય છે.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

February 15th, 2012 at 10:40 am
પ્રેમના જેવી કરામત ના મળે દુનિયા મહી,
જ્યા અલગ હોવા છતાયે સહજીવન જીવાય છે.
વેલેન્ટઇન્સ ડેની સુન્દર રચના !
February 19th, 2012 at 7:57 pm
Daxeshbhai, khoob saras!!!