ચકીબેન ચકીબેન

આજે 14 નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. તેમને બાળકો પ્રિય હતા તેથી એ દિવસ બાળદિન તરીકે પણ ઉજવાય છે. તો આજે બાળકો માટે એક ગીત. જો કે આપણા બધામાં એક બાળક છૂપાયેલ છે એથી આ બાળગીતો આપણને આપણા બાળપણના સોનેરી દિવસોમાં લઈ જાય છે. ચકલી, પોપટને ઝાડ પર બેઠલાં જોવાની, કોયલને કૂ કૂ અવાજ કરી સાદ કરવાની અને ખિસકોલીની પાછળ દોડવાની યાદો આજે પણ મનને તરબતર કરી નાખે છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા આવશો કે નહીં ?

બેસવાને પાટલો સૂવાને ખાટલો
ઓઢવાને પીછાં આપીશ તને,
હું આપીશ તને … ચકીબેન ચકીબેન

પહેરવાને સાડી મોરપીછાં વાળી,
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને,
હું આપીશ તને … ચકીબેન ચકીબેન

ટક ટક કરજો ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ તને
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
 
બા નહીં બોલશે, બાપુ નહીં વઢશે,
નાનો બાબો તો ઊંઘી ગયો,
ઊંઘી ગયો … ચકીબેન ચકીબેન

COMMENTS (9)
Reply

મધુરું મધુરું ગીત
સૌને બાળદિનના અભિનંદન

મજા પડી ગઈ… બાળ-મંદિરમાં ગાતાં’તા આ ગીત…

ઘણું જૂનું ને જાણીતું ગીત સાંભળવાની મજા આવી. અમે નાનપણમાં ગાતાં અને આજે મારા સાડા ત્રણ વર્ષના દીકરાને પણ આ ગીત આવડે છે. પેઢી દર પેઢી ચાલ્યો આવતો આ બહુમૂલો વારસો છે.

આભાર

Reply

Myself, my family member particularly my 3 and half year daughter likes to listen and sing this song. Thanks.

મઝા આવી ગઈ.

Reply

સુંદર, અતિસુંદર.
ગીતની સાથે સાથે વાતાવરણ મહેંકી ઊઠે છે.
આભાર.

Reply

ખુબ જ સુંદર. અભિનંદન. So happy that this song has made it through internet to reach us here in United States. Thank you again who ever has put an effort this far.

મારા દિકરાની દોઢ વરસની દિકરી ને દિવસમાં બે ત્રણ વખત આ ગીત ન વગાડુ ત્યાં સુધી મને આગળ જ ન વધવાદે…..

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.