*
*
હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મુકી ફિલમ ફિલમ રમવા બેઠા
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મુંગી
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડુ ત્યારે જોવા આવે છે ચંદુ
કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બિક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી
ઓ મા… ઓ મા……
દોડમ દોડ ઉપર આવી પહોચ્યા મમ્મી પપ્પા
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા
– રમેશ પારેખ
what a lovely song after so many years
ગીત સાંભળીને બાળપણની યાદ આવી ગઈ !!!!!!!!!
i love this song, beacause it is my childhood song.
હું ને ચન્દુ… આ ગીત મેં રેડિઓ પર કોઇ બીજાના અવાજમાં સાંભ્ળ્યું હતુ, જે ખુબ જુનું રેકોર્ડીગ હતું. મ્હેરબાની કરીને તે મુકો. આ ટાઇપ કરતા બહુ તકલીફ પડે છે. માફ કરશો.
how to download songs from this site. anybody suggest me.
My daughter Sejal,now in USA,was in search of this song for her 7 months’ old son Anay
Thanks
વાહ મજા આવી ગઇ. કોણ છે એનો ગાયક ? એવા બીજા ગીતોની આશા રાખું ને ?
વાહ નાનપણમાં અનેકવાર વાંચેલું આ ગીત આજે સાંભળી ફરી નાનો થઇ ગયો.