Archive for the 'પ્રકાર' Category

એક જણ મળતું રહ્યું

Wednesday, November 19th, 2008

ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
ને એક સાથે બીજી પળને કો’ક સાંકળતું રહ્યું.
ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !
આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી, તુજ મૌન સાંભળતું રહ્યું.
ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.
આ વન્ય કેડીઓ [...]

પિયરને પીપળેથી

Tuesday, November 18th, 2008

લગ્ન પછી જ્યારે કન્યા સાસરે જાય ત્યારે મમતાનાં બધા સંબંધો પિયરમાં છૂટી જાય છે. પરંતુ એના હૈયે તો એનું બાળપણ, એની સહેલીઓ, એનાં ભાઈ-બેન, માતા-પિતા તથા સ્નેહીઓ ગોપાયેલાં રહે છે. એ મનોદશામાં વિહરતી કન્યાને સાસરાના આંગણાંમાં એક પારેવડું નજરે પડે છે. એ પિયરમાંથી આવેલું હોવાની કલ્પના કરી કન્યા પોતાના પિયરની સ્મૃતિઓમાં સરી પડે છે એનું [...]

નથી દેતી

Monday, November 17th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! [...]

કાજળભર્યા નયનનાં

Sunday, November 16th, 2008

અમૃત ઘાયલ સાહેબની કદાચ સૌથી પ્રસિદ્ધ ગઝલ અને એને બખૂબીથી સ્વરાંકન કરનાર મનહર ઉધાસનો મનોહર કંઠ. સુંદર નયનની વાત આવે એટલે સહજ જ ઐશ્વર્યા રાયની આંખો માનસપટ પર આવે. તો આજે ગુજરાતી સાહિત્યની ઘરેણાં સમી કૃતિ, સુંદર સ્વર અને કાજળભર્યા નયનનો ત્રિવેણી સંગમ માણો મન ભરીને.
[Audio clip: view full post to listen]
જીવનમાં જો દુઃખો હોય [...]

ચકીબેન ચકીબેન

Friday, November 14th, 2008

આજે 14 નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. તેમને બાળકો પ્રિય હતા તેથી એ દિવસ બાળદિન તરીકે પણ ઉજવાય છે. તો આજે બાળકો માટે એક ગીત. જો કે આપણા બધામાં એક બાળક છૂપાયેલ છે એથી આ બાળગીતો આપણને આપણા બાળપણના સોનેરી દિવસોમાં લઈ જાય છે. ચકલી, પોપટને ઝાડ પર બેઠલાં જોવાની, કોયલને કૂ કૂ [...]