મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આજકાલ ચોતરફ કાળઝાળ ગરમી, ગરમ લૂ, બફારો, અને ઉકળાટનું સામ્રાજ્ય છે અને જીવસૃષ્ટિની મીટ આકાશ ભણી મંડાયેલી છે. ક્યારે વર્ષાઋતુનું આગમન થાય અને આમાંથી છૂટકારો થાય. પરસેવાના રેલા ચાલતા હોય ત્યારે ધોધમાર વરસાદની કલ્પના કેટલી મનભાવન લાગે ! પણ અહીં વરસાદની કલ્પના કેવળ વર્ષાની બૂંદો પૂરતી સીમિત નથી, બલ્કે વિરહઘેલી પ્રિયતમા માટે પ્રિયતમના પ્રેમની કે પ્રેમઘેલી ગોપી માટે શ્રીકૃષ્ણના વેણુનાદની પણ છે. એ સૌને મન મૂકીને વરસવાનું આવાહન કરતી મારી આ રચના આપને ગમશે.
*
*
બસ …. આજ વરસ તું અનરાધાર.
તું ધરતીનો નાથ અને ધરતીપુત્રોનો બેલી છે,
તને વિનવવા જીવમાત્રએ લાજશરમને મેલી છે,
હોય રીસાવાના કારણ તો મનાવવા તૈયાર … બસ, આજ વરસ
કણકણ માટે તરસે ઊભી કીડીઓની કતાર અહીં,
ગોકળગાય ને મેડકની ગણનાનો કોઈ પાર નહીં,
મદમાં તારા કેમ તું એને ગણકારે ન લગાર ? … બસ, આજ વરસ
પનઘટની પ્યાસી હર રાધા કૃષ્ણ-શ્યામની ઘેલી છે,
અંતરના અંતરતમમાં માખણ-મીસરીની હેલી છે,
રેલાવી દે બંસરીધારે હર્ષનો પારાવાર … બસ, આજ વરસ
કોરી સાવ હથેળીમાં પતંગિયાની ખેતી છે,
શમણાંના વૃંદાવનમાં બે પાંપણો ભેટી છે,
રુમઝુમ પગલે ચાલી કરને અંતર-કેડી પાર … બસ, આજ વરસ
‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?
બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સુંદર કૃતિ છે, ખુબ જ સુંદર કલ્પનાની સાથે અંતરનો પોકાર પણ છે.
ધન્યવાદ દક્ષેશભાઇ આ કૃતિ રચવા બદલ.
ચાતકની કલમના આ અનરાધારમાં પલળવાની મસ્તી કંઇક ઓર જ છે! બસ, રોજ વરસ તું અનરાધાર……
બહુ સરસ
મજા આવી ગઈ
હુ મારી વરસાદ ની કવિતા મુકી છે
તોફાની તોફાની વરસાદ
ધમ ધડાક ધમ ધમ વરસે
ને વાદળો નો થાય ગડગડાટ,
વીજળીની તો તડાફડી આગ જરતી,
ને વરસે તોફાની તોફાની વરસાદ,
ક્ષણમાં થઈ રેલમ છેલ મ પાણીની,
ગાડી બની છે નદી મીઠી,
ને ગાડા બન્યા છે તેના પાણી,
ને ગાડો આ તોફાની વરસાદ
કદા જ સાગર ઘેરી લે સે ધરતી,
બધી જ જગ્યા પાણી પાણી,
લોકો મા થઈ ગયો છે ઘભરાટ,
ડરાવે આ તોફાની તોફાની વરસાદ.
– ભરત સુચક
વર્ષાનું આહ્વાનગીત ખુબ ગમ્યુ….આજ વરસ તું અંનરાધાર…શ્રેષ્ઠ સાદ છે આપનો જેમ છે વરસાદનો…રસીક પઠન અભિનંદન…
‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?
બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ
ગીત ખૂબ જ સુંદર થયું છે, એટલું જ પઠન !
લય અને તાલ સરસ જળવાયા છે.
અભિનંદન !
ખુબ સરસ રચના
સુંદર ગીતની મજા માણી.
‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?
બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ તું અનરાધાર
ખૂબ સુંદર!!! અંદાઝે બયાં ઓર… અભિનંદન.
હૃદયસ્પર્શી ગીત. પઠન માણવાની મઝા પડી.
વાહ મઝા આવી….શમણાંના વૃંદાવનમાં બે પાંપણો ભેટી છે,
ગીત ગમ્યું…હવે, મિત્રતાના ભાવે બોલવું છું તમને “ચંદ્રપૂકાર ” પર …આવી વાંચો મારી પોસ્ટ “મિત્રતાના સ્નેહસબંધે “, અને જરૂર “પ્રતિભાવ ” પણ આપશો !
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
સરસ રચના.
‘ચાતક’ની પિપાસા આ કાવ્યમાં પણ છલકાય છે.
ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
સરસ ગીત ગમ્યું
કલ્પનાને નવપલ્લવિત કરતી સુંદર રચના- અભિનંદન
સુઁદર રચના
મઝાનું ગીત થયું છે..અભિનંદન.
કોરી સાવ હથેળીમાં પતંગિયાની ખેતી છે,
શમણાંના વૃંદાવનમાં બે પાંપણો ભેટી છે,
રુમઝુમ પગલે ચાલી કરને અંતર-કેડી પાર … બસ
ખુબ જ સરસ …. દક્ષેશભાઈ…અભિનંદન
બહુ જ સરસ ગીત . બહુ જ ગમ્યું .
સુંદર રચના…
પઠન પણ સારું થયું છે…
ઘણો જ આનંદ થયો જાણી કે મારો મિત્ર એક સારો કવિ પણ છે.