Archive for June, 2008

વાંસલડી.કોમ

Tuesday, June 10th, 2008

આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે, ઈન્ટરનેટ વડે જોડાયેલું છે, એવા સમયે આપણા સૌના એડમીન – નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ [...]

ૐ તત્સત્

Monday, June 9th, 2008

[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક - સૂરમંદિર ] ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું, બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્ રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું, વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું; અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ [...]

નયનને બંધ રાખીને

Saturday, June 7th, 2008

સ્થૂળ સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય અનેક ગણું ચઢિયાતું હોય છે અને એને જોવા માટે સ્થૂલ દૃષ્ટિની જરૂર નથી પડતી. એને માટે તો આંખો બંધ કરી અંદર નજર માંડવી પડે છે. એને બીજી રીતે પણ મૂલવી શકાય કે આંખે જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી. એને બુદ્ધિથી, તર્કથી કે અનુભવથી ચકાસી જોવાની જરૂર છે. [...]

રક્ત ટપકતી સો સો ઝોળી

Friday, June 6th, 2008

૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી બ્લોગ પર સાહિત્યયાત્રાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી [...]

સુસ્વાગતમ !

Sunday, June 1st, 2008

સૂર અને શબ્દના સથવારે ગુજરાતી સાહિત્યની મારી રોમાંચક સફરમાં જોડાવા બદલ આપનો આભાર.  અહીં ન કેવળ આપને ગુજરાતી સાહિત્ય વાંચવાનો, વિચારવાનો અને વિવેચન કરવાનો મોકો મળશે, પરંતુ નામી-અનામી સ્વરકારોના સૂરીલા કંઠે માણવાની તક પણ મળશે. પ્રયત્ન કરીશ કે ભારતીય સમય મુજબ દરરોજ સવારે નવ વાગ્યે નવી કૃતિ મુકાય. કોઈ વખત એ ક્રમમાં ભંગ પડે તો પહેલેથી જ [...]