Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ
    પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ July 10, 2022

    અનેક શુભ કામનાઓ.

  2. પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ
    પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ July 10, 2022

    પ્રિય મીતિક્ષાજી,
    સાદર પ્રણામ, હું પણ સાહિત્યસફરનો પ્રવાસી છું. હું ઈસ્વીસન 1983 થી ગુજરાતી અને હિન્દી ભાષામાં ગીત, ગઝલ, કવિતા, શાયરી અને નજમ લખતો આવ્યો છું. મારા જેવા સાહિત્યપ્રેમીને આપનો બ્લોગ ખૂબ જ ગમ્યો છે. અનેક શુભ કામના.

    લિ. આપનો કવિમિત્ર પ્રદીપ વ્યાસ, ગામ પેથાપુર, જિલ્લો ગાંધીનગર
    સંપર્ક 81416 12866

  3. અજિત ભાઇ AC
    અજિત ભાઇ AC July 13, 2021

    સર્વેને નમસ્તે તમે પ્રતિભાવ લખવા કહ્યું મને ખૂબ આનંદ થયો મારા હૃદયમાં આનંદનાં કમળો ખીલી ઉઠ્યા.એક બે ગીતો સાંભળ્યા અને તમારી વેબ સાઈટ ખરેખર ખૂબ જ સરસ છે જાણે કે પેસિફિક મહાસાગરમાંથી સ્પેસિફિક મોતી ઓ વીણી લાવ્યા છો અમારી સમક્ષ મૂકી છે. મને ખૂબ મોડી ખબર પડી.છતાં ખબર પડી એ આનંદની વાત છે.સાહિત્યમાં જે કંઈ જોઈતું હોય તે હાથવગું થઇ જાય છે એટલે મજા પડે છે.તમારો કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર અલબત્ત મને આનંદની અનુભૂતિ કરાવશે.
    તમારો ચાહક અજીતભાઈ-મુંબઇ

    • admin
      admin August 1, 2021

      અજિતભાઈ,
      તમને સાઈટ ગમી એનો આનંદ. પ્રતિભાવ બદલ આભાર.

  4. Yogesh Ajmera
    Yogesh Ajmera October 11, 2018

    મને નીચે જણાવેલ ગીત પુરું જોઈએ છે,
    ચડયા અણમોલ ફસતિ પર, પવન તરફેણનો લીધો. …….. મારી પાસે રચનાકાર વગેરેની કોઇ વિગત નથી, તો શોધીને આપવા વિનંતી.

  5. Yogesh Ajmera
    Yogesh Ajmera October 11, 2018

    મિતાક્ષીબેન, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપની વેબસાઇટ દ્વારાથી ઘણી સારી સારી માહિતી મળે છે. ગીતોની માહિતી તો ખૂબ જ સરસ છે, ઘણા ન જાણેલા કે ન સાંભળેલા ગીતોની યાદી મળે છે.

  6. Dhirajbhai
    Dhirajbhai June 29, 2018

    ચારણી સાહિત્યનું સપાકરુ રજુ કરવા વિનંતી.

  7. આશિષ બોઘરા
    આશિષ બોઘરા June 1, 2018

    મારા જવા સાહિત્ય માં રસ ધરાવતા પરંતુ રચના ઓ ને ના સમજી શકતા ગુજરાતી ભાષા ના ચાહક માટે તો જાને મધ છે આ સાઈટ.

  8. Rajendra R Shah
    Rajendra R Shah May 13, 2018

    આ સુંદર સાઈટ સાથે વર્ષોથી સ્નેહ છે. અભિનંદન અને ધન્યવાદ !

    એક સવાલ : કોઈ શબ્દ વિશેષને આખી સાઈટ પર શોધવાની – તેનાથી સંબંધિત રચનાઓ શોધવા માટે કોઈ વ્યવસ્થા પ્રાપ્ત છે ?

  9. Bhupendra Manek
    Bhupendra Manek July 21, 2017

    Dear mitixaben,
    Very nice systematic site came across your site while on jayshreeben”s site of tahuko.com. I had heard my mom sing one Gujarati song when i was young at the age of 12/13 years, today i am 70 but still some words of that song Garba rings in my ears, my mother had won 1st. prize in the year 60-61,for that Garba song competition. The wordings are somewhat as follows “આચન આચન ઘૂંઘટમાં મુખલડું મલકાઈ ગોરી ગરબે ઘૂમી ગાય,ગોરી ગરબે ઘૂમી ગાય” can you help me to secure full lyrics of this Garba song, i would be highly obliged and very much appreciate your contribution in full filling my long time dream to hear or read at least the wordings of my mom’s favorite Garba. There is one more Gujarati song which i would like to hear “વગડાની વચ્ચે તલાવડી ને તલાવડી ને કોર ઊગ્યું વન ચંપાનું છોડ”. May God bless with lots of literary knowledge & vocabulary powers in enriching our Gujarati literature. Best of luck.
    Regards,
    Bhupendra Manek (Thane, Mumbai)

    • Daxesh
      Daxesh September 10, 2017

      મંગલફેરા (૧૯૪૯) નામના ગુજરાતી ફિલ્મમાં એક ગીત હતું, જેના શબ્દો તમે લખેલા શબ્દોને મળતા આવે છે …
      સંગીત – અવિનાશ વ્યાસ

      તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
      પૂનમની રાત ઊગી પૂનમની રાત.
      આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે,
      પૂનમની રાત, ઊગી પૂનમની રાત.

      ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો
      કહેતી મનની વાત રે …પૂનમની રાત.

      ઓરી ઓરી આવ ગોરી ઓરી ઓરી,
      ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી
      રાતડી રળિયાત રે … પૂનમની રાત.

      ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
      રૂમો ઝૂમો ગોરી રૂમો ઝૂમો
      રાસ રમે જાણે શામળિયો જમુનાજીને ઘાટ રે .. પૂનમની રાત.

      *****
      ચિત્રપટઃ દીવાદાંડી (૧૯૫૦)
      ગીતઃ બાલમુકુંદ દવે

      વગડા વચ્ચે તલાવડી રે તલાવડીને સોડ ઊગ્યો વનચંપાનો છોડ

      જલ પાનેતર લહેરિયા રે કમલિની મલકાય ભમરો ભૂલી ભૂલી ભરમાય
      વનચંપાની પાંદડી રે ખીલે ને વિલાય ભમરો આવે ઊડી જાય

      રાતે ખીલે પોયણી રે પોયણી પૂછે વાત ચંપા જીવને શા ઉચાટ
      મત પૂછ તું પોયણી રે સૂની ઉરની વાટ મનના મન જાણે ઉચાટ

      ત્રણે ગુણની તરવેણી રે રૂપ રંગ ને વાસ તો યે ભ્રમર ન આવે પાસ
      નભથી ચૂએ ચાંદની રે પોયણી ઢાળે નીર રોતાં તલાવડીનાં તીર

  10. TARUN SHAH
    TARUN SHAH March 30, 2017

    આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા…ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા…….!
    ઠીક ત્યારે….. લ્યો રામ રામ…….. !
    પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને….. !

    આનંદ સાથે આપને જણાવવાનું કે “સાહિત્યસેતુ ડોટ કોમ” વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.

    http://sahityasetu.com/

    સાહિત્યકારો માટેની આ એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.

    જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.

    અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે “સાહિત્યસેતુ ડોટ કોમ”. સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.

    http://sahityasetu.com/

    અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
    http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.

  11. કાંતિ મકવાણા
    કાંતિ મકવાણા January 7, 2017

    જૂના ભજનો અને જૂના લોક ગીતો મૂકવામાં આવે તો અમો આપના આભારી બનીશું.

  12. Jaysukh Rathod
    Jaysukh Rathod December 28, 2016

    no word to express my thought..excellent Hari om harihi aum..

  13. Swenee Patel
    Swenee Patel September 21, 2016

    dear ben,
    i live at Melbourne. i write Gujarati poems and articles. want to write by making blog. please update if u can accommodate the same.

  14. Manish patel
    Manish patel September 4, 2016

    Dear mitixaben and daksheshbhai,
    I have been following your website for a year now and a big fan..
    I lost my sister dipti on 15th aug at the age of 45 ..because of cancer..
    Swaminarayan bhagavan na sastsang and ashirvachano thi dukh pachavi shakya chiye ..
    એ નાની હતી ત્યારથી લતાજીએ ગાયેલું એને ગમતું ગીત – એક રજકણ સૂરજ થવાને શમણે – એક ભાત તરીકે એની માસિક પુણ્યતિથિએ સ્મરણાંજલિ આપવી છે ..pan lyrics pan nathi sacha mari pase ane meaning pan ….tamame.ek request che …tame gujarati lyrics with meaning e song no.samajavi shako…tho apani madad sathe ena atma ne ek bhav bhini shradhanjali divabhaskar ma.apava mangu chu …15th sept na …karasho madad ek bhai ne ?

    Manish patel
    Manishgp@yahoo.com
    9898250983
    ****
    sorry to hear about your sister. Please check your email with my response.
    – admin

  15. Pratik
    Pratik February 26, 2016

    Please update lyrics and original lokgeet “મેળે મેળે મોરલડી હેલે ચઢી “

  16. Shashikant Pandya "Shashi"
    Shashikant Pandya "Shashi" September 24, 2015

    My Dear Daxeshji,
    I am fan of your poetry since long and always reading the same by e-mail. You are proud of India and I have not seen any immediate poet just like you. Thanks for sending me new poetry every time.
    Keeping you in my heart as one of the best memories.
    Thanks.

    • Daxesh
      Daxesh September 24, 2015

      Dear Shashi ji,
      I am happy to know that you like my poetry and you read my new poems regularly.
      I hope, I can fulfill your expectations through my writings.
      Thank you for your love and admiration.

  17. Jaymeen Thakar
    Jaymeen Thakar May 27, 2015

    sooo nice work of Gujarati sahitya daxesbhai. Good gazals.

  18. M.D.Gandhi, U.S.A.
    M.D.Gandhi, U.S.A. May 6, 2015

    પ્રિય મિતિક્ષાબેન,
    બ્લોગ બહુ સરસ છે.
    મેં તમારા લખ્યા મુજબની સાઈટ ખોલી, તો હોમ પેજ તો આવ્યું, પણ, ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન ક્ર્યો તો નીચે મુજબ વીંડોમાં લખણ આવ્યું. તો “ગુજરાતી” ફોન્ટ ડાઉનલોડ કરવા માટે શું કરવું ? આ લખાણ તો “વિશાલોન” ઉપરથી લખીને કોપી અને પેસ્ટ કર્યું છે.
    a mistyped address
    you have no access to this page
    The requested resource was not found.
    An error has occurred while processing your request.

  19. સુરેન્દ્ર કાપડિયા
    સુરેન્દ્ર કાપડિયા May 4, 2015

    દક્ષેશભાઈ, આજે મીતીક્ષાબેનની website પર જવાનું થયું. website ગમી. મીતિક્ષાબેનની ઓળખાણ પણ સ્પર્શી ગઈ.

    જીવનમાં બનતા પ્રસંગો ક્યારેક દુ:ખદાયક જણાય છે, પણ એ ક્ષણોમાંથી પણ આપણે કોઈ સુંદર રચનાત્મક કામ કરી શકીએ. આ કામમાં આપ એમને મદદરૂપ થયા, કે નિમિત્ત બન્યા, પણ આપણી માતૃભાષાની સેવા થઇ તેનો આનંદ છે. આપને પણ ધન્યવાદ.

    હું પણ લોસ અેંજલસ શહેર નજીક સન દીમાસમાં રહું છું અને ગુજરાતી હોવાનો ગર્વ છે. ક્યારેક આપણે મળી શકીએ અને આપની રચનાઓ સાંભળવાનો લ્હાવો મળે, થોડી સાહિત્ય વિશે ગુફતેગુ થાય તો ગમશે. શ્રીમદ ભગવદ ગીતાના શ્રીકૃષ્ણનું યોગેશ્વર સ્વરુપ ગમે છે અને જીવન સંચાલનમાં પણ માર્ગદર્શક બને છે. તો અઢારમાં અધ્યાયના શ્લોકો માટે લખાયેલા વાક્યોથી મારી comment પૂરી કરું છું।

    મોક્ષસન્યાસ યોગ અઢારમો અધ્યાય કૃષ્ણનું જીવનસંગીત

    “જીવનનો અંત આવે એ પહેલા આ અધ્યાયનું હાર્દ સમજાય તો બેડો પાર થઇ જાય. સંન્યાસનું સૌન્દર્ય સમજાવતાં આ અધ્યાયમાં સાત્વિકતાથી પર એવી મુક્તાવસ્થાની વાત કરવામાં આવી છે.

    જે કંઈ સાત્વિકતા સંચિત થઇ હોય તેને પણ સ્વાહા કરીને ખાલી થઇ જવાની ઉત્કટ આકાંક્ષા એટલે સંન્યાસ.”

    મોક્ષસંન્યાસ એટલે કિનારો અને હોડીનો ત્યાગ કરીને નદીમય બની જઈને આખરે નદી બની જવાની અવસ્થા.

    સત્વ,રજસ,તમસ આ ત્રણ ગુણોની પરનો પ્રદેશ તે ત્રિગુણાતીત અવસ્થા છે.

    – સુરેન્દ્ર કાપડિયા

  20. Dilip Bhatia
    Dilip Bhatia March 5, 2015

    Hello Mitixaben,

    I have actually 98 Gujarati web sites in my bookmark but your site is THE BEST among all of the sites.
    First to say, MANY THANKS for the BEST ” Gujarati Sahitya-Jagat ” Web site. Outstanding format. Special Thanks to your Brother-In-Law, Daxeshbhai. One of the best collection of Gujarati Sahitya and most important is the INDEX of all the Poetry.

    I live in San Diego, California. My wife and I knew each other for 14 years before we got married.
    During that period, i wrote several poetry in Gujarati and English with her in mind. Once in March, 2007, I was in India for few weeks, I wrote this poetry using Gujarati fonts, a week before my wife, Usha, planned to visit me from San Diego, CA. After several attempts here, I am not able to print in Gujarati. Please send me your e-mail, so i can send it to you.

    Best Regards,
    Dilip

Leave a Reply to Dilip Bhatia Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.