સર્જકોને સલામ
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ …
મકરંદ દવેની આ રચના શાળામાં ભણવામાં આવતી હતી. ખપ પુરતું ગુજરાતી જાણનાર પણ એના મર્મને સહેલાઈથી સમજી શકે. એનો ધ્વનિ, એનો સારસંદેશ ખૂબ સરળ છે - તમને જે ગમતું હોય તે બીજાને વ્હેંચો. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે જે એકલપેટો હોય તે તો પાપનો ભાગી ગણાય. મારે પાપ-પુણ્યના ચક્કરમાં નથી પડવું, પણ હા, આ વહેંચણીના ચક્રમાં જરૂર પડવું છે.
જ્યારે કોઈ કવિ, લેખક કે વક્તા કોઈ નવું સર્જન કરે છે ત્યારે તેની માનસગંગોત્રીમાંથી શબ્દો ફૂટી આવે છે. સર્જનની પ્રક્રિયા ભલે પીડાકારક હોય પણ એની વહેંચણી હમેંશા આનંદ આપે છે. મને લાગે છે કે દરેક ગાયક, દરેક લેખક અને દરેક કવિ પોતાના સર્જનોને જ્યારે લોકોના હૃદય સુધી પહોંચતા જુએ ત્યારે તેને એક અનોખો આત્મસંતોષ પ્રાપ્ત થતો હશે. કોપીરાઈટના આ જમાનામાં પબ્લીશર તરફથી આવેલા ચેક કરતાં ભરી સભામાં પ્રેક્ષકોની વાહ-વાહ, નાના સરખા ઈ-મેઈલમાં આવેલ પ્રસંશાના બે શબ્દ કે કદરદાનના મુખેથી નીકળતા આફરીન….ની કિંમત એને વધુ હશે .. અને હોવી જોઈએ. કારણ જે સર્જન કેવળ સિમીત વ્યક્તિ, સ્થળ કે વસ્તુના દાયરામાં કેદ કહે તેની શી મજા ? મારો કહેવાનો અર્થ એ નથી કે લેખક કે કવિને એની આર્થિક ઉપજ ન મળવી જોઈએ, એની અનધિકૃત નકલ થવી જોઈએ, કહેવાનો મતલબ છે કે સર્જનો લોકભોગ્ય બનવા જોઈએ.
ઈન્ટરનેટના માધ્યમ દ્વારા મને ગમતા, પસંદ એવા સર્જનોને મેં અન્ય સાહિત્યપ્રેમીઓને વહેંચવાની કોશિશ કરી છે. આમાં મારો કોઈ સ્વાર્થ નથી, કોમર્શિયલ હેતુ નથી, પ્રસિદ્ધિ કે પદની ઈચ્છા પણ નથી. મને જેટલી માહિતી છે એટલી ચોકસાઈથી દરેક સર્જકોના સર્જનને પુરતી ગરિમાથી, ભાષાની અશુદ્ધિ વગર અને સર્જકના નામ તથા જો સ્વર હોય તો સ્વરકારના નામ સાથે મુકવાની કોશિશ કરી છે. એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે ગીતો ડાઉનલોડ ન થાય પરંતુ માત્ર સાંભળી શકાય. હું માનું છું કે એમાં કોઈને અજુગતું નહીં લાગે.
તે છતાં, આ વહેંચણીમાં કોઈ જગ્યાએ, કોઈ કારણથી, જાણ્યે-અજાણ્યે કોઈના કોપીરાઈટનો ભંગ થયેલો જણાય, તો મને તુરત જાણ કરશો [ E-mail : admin at mitixa dot com ] તો એને બનતી ત્વરાએ સુધારવાનો કે દૂર કરવાનો પ્રયાસ કરીશ.
સાહિત્યની સરવાણી જે જે વ્યક્તિવિશેષમાં ફૂટી તે - ભૂત, ભાવિ અને વર્તમાનના સર્જકોને ખરા હૃદયથી સલામ.
————————
NOTE
All audio, video, literature and photograph (hereafter referred to as material) on this site is presented with a sole purpose of promoting Gujarati literature and Gujarati Music. We do NOT have any commercial motive behind it.
All material on this website is property of respected artists/authors/photographers (except those that are written, recorded or photographed by us). Presentation on this site is in no way a claim of copyright for their orignal work. If you love what is presented on this site, you are highly encouraged to purchase respective book, audio or CD, and support respective artists.
The audio tracks are presented here in such a way that you can not download it, but if you download, record or reproduce them in any way from this site, you are responsible for copyright violation.
If material presented on this site violate copyright of any artist, publishing or recording company in any way, let us know and we will remove them as soon as possible.
Long live Gujarat ! Long live Gujarati !