Archive for the 'પ્રાર્થના' Category

તમે મન મુકીને વરસ્યાં

Friday, May 7th, 2010

મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે. (સ્વર – નિશા ઉપાધ્યાય) તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી [...]

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે

Wednesday, October 21st, 2009

આ પવિત્ર પર્વદિવસોમાં આ સુંદર પ્રાર્થના સાંભળીએ. (આલ્બમ : પ્રાર્થનાપોથી-2; પ્રકાશક : સૂરમંદિર ) વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે. અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે … વંદન કરીએ. પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે, બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને … વંદન કરીએ. ત્રીજું વંદન [...]

વિશ્વંભરી સ્તુતિ

Saturday, September 19th, 2009

આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ [...]

શિવ સ્તુતિ

Monday, February 23rd, 2009

આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ. [આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ] સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે, શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે. પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો, નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. નથી ઐશ્વર્યની તુલના, પતિ [...]

મંગલ મંદિર ખોલો

Monday, February 16th, 2009

આજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ. [આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક - સૂરમંદિર ] મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો ! જીવનવન અતિ [...]